મુંબઈ
કોરોનાએ ઇન્ડસ્ટ્રીને ખુબ જ નુકસાન પહોંચાડ્યું છે..હું ઈચ્છતો હતો કે અમારા વર્કર્સની ઇન્સ્યોરન્સની વાત કરવામાં આવે, તેમના મેડીક્લેમને જાેવામાં આવે, તેમના માટે તે તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે જેનાથી તેમને આવી મહામારીમાં પોતાની જાતને સંભાળવાની તક મળે. ગત બજેટમાં લોકો માટે ૨૦ લાખ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું ત્યારે ૨૦ હજાર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે નહોતા. જાે કે આ વખતે પણ અમને નજરઅંદાજ કરવામાં આવ્યા. દર વર્ષે મેં પ્રધાનમંત્રી અને ચીફ મીનીસ્ટરને પત્ર લખ્યો છે અને પોતાની માંગ કહી છે. છેલ્લા ત્રણ વર્ષથી માંગી તો રહ્યા છીએ. અને ત્રણ રૂપિયા પણ નથી મળ્યા.કોરોના દરમિયાન અમારા કેટલાય વર્કર્સ બેરોજગાર બન્યા અને કેટલાયે તો ભુખમરીના લીધે પોતાના જીવ પણ ગુમાવ્યો. આજે પણ ૫૦ ટકા લોકો બેરોજગાર છે. જેમ તેમ ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના માટે કોઈ સુવિધા નથી. સરકાર ડર વખતે બજેટ રજુ કરે છે ખબર નહી કોના માટે બજેટ બનાવે છે. અમે લોકો પણ આ જ દેશમાં રહીએ છીએ. અને ટેક્સ પણ ભરીએ છીએ. સરકારને એવું લાગે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મતલબ ફક્ત મોટા મોટા હીરો હિરોઈન. જે વર્કર્સ છે તેમના વિશે તેઓ જાણતા જ નથી. સરકારને વિનંતી છે કે જે લોકો કેમેરાની પાછળ કામ કરે છે તે લોકો તકલીફમાં છે. તેમના હક્ક માટે કંઇક વિચારવું જાેઈએ.ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝના પ્રેસિડેન્ટ બીએન તિવારીનું કહેવું છે કે બજેટમાં હંમેશા બોલીવુડ ઇન્ડસ્ટ્રીને નજરઅંદાજ કરવામાં આવે છે. ક્યારેક જ કોઈ બજેટમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય છે. હું ઈચ્છું છુ કે આમારા વર્કસ માટે વિચારે અને તેમના માટે કંઇક કરે. અમારા જેટલા પણ અનર્ગેનાઇઝ્ડ સેક્ટર છે. તેના માટે કોઈને કોઈ સુવિધા હોવી જાેઈએ. જેના પર હજુ સુધી કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું..ના તો સેન્ટ્રલ કે ના તો સ્ટેટ ગવર્મેન્ટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે વિચાર્યું છે.
