Delhi

અત્યાર સુધીનું સૌથી ટુંકું બજેટ રજૂ કરાયું

નવીદિલ્હી
અત્યાર સુધીમાં ર્નિમલા સીતારમણ ૪ વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે. ર્નિમલા સીતારમણે વર્ષ ૨૦૨૦માં સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યુ હતું. તેમણે પોતાનું બજેટ ભાષણ ૨ કલાક ૪૦ મિનિટ એટલે કે કુલ ૧૬૦ મિનિટમાં પૂરુ કર્યું. દેશના નાણામંત્રી ર્નિમલા સીતારમણનું આ વર્ષે બજેટ ભાષણ ખૂબ જ નાનુ હતુ અને તે માત્ર ૯૦ મિનિટ એટલે કે ૧ કલાક ૩૦ મિનિટમાં પૂરું થઈ ગયુ હતુ. જેમાં તેણે વર્ષ ૨૦૨૦માં સૌથી લાંબો સમય લીધો હતો.આ બજેટ ભાષણ ૨ કલાક ૪૦ મિનિટ સુધી ચાલ્યુ હતું. આ પહેલા તેમણે ૨૦૧૯માં બજેટ ભાષણ ૨ કલાક ૧૭ મિનિટનું હતું. એટલે કે ૧૩૭ મિનિટ ચાલ્યુ હતુ. જ્યારે વર્ષ ૨૦૨૧ માં આ સમયગાળો ઘટાડવામાં આવ્યો અને આ બજેટ ભાષણ ૧ કલાક ૪૦ મિનિટ સુધી ચાલ્યું. એટલે કે વર્ષ ૨૦૨૧નું બજેટ ભાષણ ૧૦૦ મિનિટનું હતું. નાણામંત્રી ર્નિમલા સીતારમણે આ વર્ષ એટલે કે ૨૦૨૨નું સૌથી ટૂંકું બજેટ ભાષણ આપ્યુ હતુ. આ વર્ષે તેમણે ૧ કલાક ૩૦ મિનિટ એટલે કે ૯૦ મિનિટમાં પોતાનું બજેટ ભાષણ પૂરું કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *