પાટણ
પાટણ શહેરના મોટીસરા ખાતે રહેતા અને સંડેર મુકામે નોકરી કરતા દિનેશ મફતલાલ મકવાણા પોતાના ઘરેથી નિત્ય સવારે સાયકલ લઈને શહેરના લીલીવાડી નજીક આવેલી ઈન્દ્રલોક સોસાયટીમાં રહેતા તેમનાં સંબંધી પરેશ સેવંતીલાલ મકવાણાના ઘર આગળ પોતાની સાયકલ પાર્ક કરી નોકરી કરવા ગયા હતા. તેઓ દરરોજ આ પ્રમાણે સાયકલ અહિં પાર્ક કરી નોકરીએ જાય છે. નિત્યક્રમ મુજબ તેઓ પોતાની સાયકલ ઈન્દ્રલોક સોસાયટીમાં પાર્ક કરી સંડેર મુકામે નોકરી ગયા હતા અને સાંજે નોકરી પરથી પરત આવી સાયકલ લેવા જતા તેઓની સાયકલ જાેવા મળી ન હતી. જેથી તેઓએ પોતાના સંબંધીના ઘર આગળ લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં તેની સાયકલ કોઈ અજાણ્યો લંબર મુછીયો યુવાન લઈ જતો જાેવાં મળ્યો હકો. જેને લઈ તેઓએ પોતાની સાયકલ ચોરી કરી જનારા લબર મુછીયા યુવાનના સીસીટીવી ફૂટેજ પાટણ બી ડિવિઝન પોલીસને સુપ્રત કરી સાયકલ ચોરીની લેખિત અરજી આપી હતી. બી ડિવિઝન પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે સાયકલની ચોરી કરી જનારા લબર મુછીયા યુવાનને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.


