રાજકોટ-અમદાવાદ હાઇ-વે ક્રિષ્ના વોટર પાર્ક સામેથી વિદેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન, જુગાર અને આર્મ્સ એકટ મુજબની ગેરકાયદેસર પ્રવૃતી આચરતા ઇસમોને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન રાજેશભાઇ ચાવડા, અનીલભાઇ સોનારા, કનકસિંહ સોલંકી નાઓને મળેલ સંયુકત હકીકત આધારે રાજકોટ-અમદાવાદ હાઇ-વે કુવાડવા રોડ ક્રિષ્ના વોટર પાર્ક સામેથી ટાટા કંપનીના ટ્રકમાંથી આરોપીને ગેરકાયદેસર ભારતીય બનાવટના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. (૧) સંજીવકુમાર ઉર્ફે સોનુ અજીતસિંહ યાદવ ઉ.૨૮ રહે.લોહાણા જતા રસ્તે વાડીમાં, તા.જી.રેવાડી, હરયાણા. ટાટા કંપનીનો ટ્રકનં.HR-47-F-9925 કિ.૧૫,૦૦,૦૦૦ તથા વિદેશી દારૂ કુલ કી.રૂ.૪૧,૦૬,૮૦૦ પ્રોહી કલમ-૬પઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


