સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
મોટી શખ્સિયત હોય તો હારતોરા કરવા સૌ પહોંચી જાય. પરંતુ ગરીબોનાં અવાજને વાચા આપવા માટે ખૂબ ઓછા લોકો કાર્ય કરતાં જોવા મળે છે. એ પૈકી સાવરકુંડલા શહેરનાં સમાજસેવિકા અને સાવરકુંડલા નગરપાલિકા સદસ્યા નગમાબેન ઝાંખરાં ખરેખર ગરીબ અને વંચિતોની વેદનાને વાચા આપી તેની સમસ્યાઓનું નિરાકરણ કરવા ભગીરથ પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ખાસકરીને ગરીબ અને વંચિતો માટે પાયાની સુવિધાઓ જેવી કે રેશનકાર્ડ દ્વારા મળતાં અનાજ, ખાંડ તેલ જેવી જીવનજરૂરિયાતની ખાદ્યાન્ન સરકાર દ્વારા ઉપલબ્ધ થતી હોય છે. પરંતુ ઘણીવખત કોઈ કારણોસર રેશનકાર્ડ બંધ થઈ ગયા હોય તો સરકારના આ લાભથી વંચિત પણ રહી જતાં હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા નગરપાલિકા સદસ્યા નગમાબેન ઝાંખરાએ શહેરનાં બીડી કામદાર, કેવડાપરા, પઠાણફળી, મણીનગર, કબીરટેકરી, ગાયત્રી મંદિર વિસ્તાર તથા હાથસણી રોડનાં રહીશોના બંધ પડેલાં રેશનકાર્ડ ચાલુ કરવા માટેનાં ફોર્મ ભરવાનો કે. કે હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમ રાખેલ જેમાં લગભગ ૧૫૦ જેટલા ફોર્મ ભરાયા હતા. આમ બંધ થયેલાં રેશનકાર્ડ ફરી ચાલુ થશે તો ગરીબોને રેશનકાર્ડ દ્વારા મળતાં લાભો પુનઃ પ્રાપ્ત થશે. આમ ગરીબોની પરોપકારી સેવા માટે નગમાબેન ઝાંખરાએ ખૂબ સ્તુત્ય કામગીરી કરી છે. આ વિસ્તારનાં તેનાં સેવા કાર્યોને કારણે આ વિસ્તારનાં લોકોમાં નગમાબેન સારી લોકચાહના પણ ધરાવતાં જોવા મળેલ છે. આમ ગરીબોની સેવા એ જ જીવનમંત્ર સમજી નગમાબેન રાજકીય ક્ષેત્રે સેવાના મહાયજ્ઞમાં પોતાનુ યોગદાન સંપૂર્ણ નિષ્ઠા સાથે અર્પણ કરતાં જોવા મળે છે. આ વિસ્તારમાં તેમની સેવાકીય પ્રવૃત્તિઓની પણ ભારે પ્રશંસા થઈ રહી છે.


