કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ની ગ્રામ પંચાયત ખાતે ચાલી રહેલ આયુષ્માન કાર્ડ અને શ્રમ કાર્ડ કાઢી આપવા માટે ની કામગીરી પૂર જોસ થી ચાલી રહી છે. જેમાં આજરોજ બુધવાર ના દિવસ હોવાથી શાપર-વેરાવળ માં ઇન્ડસ્ટ્રી બંધ પાળતી હોય છે. વિક ઓફ માં જેથી ગ્રામ પંચાયત દ્વારા આજરોજ સ્પેશલ મેગા ડ્રાંઇવ યોજી મોટી સંખ્યા માં લાભાર્થીઓ એ આં કામગીરી નો લાભ લીધો હતો. જેમાં ગ્રામ પંચાયત કચેરી પર સવાર થીજ શ્રમીકો આયુષ્માન કાર્ડ અને શ્રમ કઢાવવા માટે સોસીયલ ડિસ્ટન્સ નું પાલન સાથે લાભાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.આગળ ના સમય માં વેરાવળ વાસીઓ ને તાલુકા મથકે આં સર્વ કામગીરી કરવા માટે જવુ પડતું હતું જેથી વેરાવળ ગ્રામ પંચાયત માં વિવિધ સરકાર શ્રી ની કામગીરી ચાલુ થતા લોકો ને 20 કિલોમીટર પેહલા જવુ પડતું હતું માટે આં વેરાવળ ગ્રામ પંચાયત માં કામગીરી શરૂ થતા ત્યાં જવું નથી પડતું તે સર્વ કામગીરી અહીંયા થઈ જાય છે.જેમાં સરપંચ દ્વારા વેરાવળ ના રહીશો વધુમા માં આં યોજના નો લાભ લે તેવું જણાવ્યું હતું.હાલ ગ્રામ પંચાયત માં સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ ના લાભ વેરાવળ વાસીઓ લય રહ્યા છે. જેમાં અહીંયા દરરોજ 150 થી વધુ લાભાર્થીક મોટી સંખ્યા માં આં યોજનાનો લાભ લય રહ્યા છે.હાલ વેરાવળ ની ગ્રામ પંચાયત કચેરી ખાતે આયુષ્માન કાર્ડ અને શ્રમ કાર્ડ કઢાવવા માટે ની કામગીરી ચાલુ હોય જેથી વેરાવળ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા એ જનતા કી જાણકારી ન્યૂઝ ને જણાવ્યું હતું કે ગ્રામજનો વધુ માં વધુ સરકાર શ્રી ની વિવિધ યોજનાનોઓ નો લાભ અહીંયા ગ્રામ પંચાયત ખાતે લે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

