રાણપુરના પનોતા પુત્ર પ.પૂ.રાજવલ્લભ વિજયજી મ.સા.આદિઠાણા સાથે પધારતા જૈન સમાજમાં અનેરો ઉત્સાહ..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આજે બુધવારના રોજ સવારે ૮ કલાકે ભુવનભાનુંસુરી સમૂદાયના શ્રી મધવિજય શ્રી જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ,પ.પૂ.આચાર્ય દેવશ્રી હર્ષ વલ્લભ વિજય મ.સા.,પ.પૂ.પન્યાસ શ્રી કલ્પ વલ્લભ વિજયજી મ.સા.,પ.પૂ.શ્રીગણીવર્યદાન વલ્લભ વિજયજી મ.સા.,રાણપુરના કુળ દીપક અને પનોતા પુત્ર પ.પૂ.રાજવલ્લભ વિજયજી મ.સા. આદિઠાણા સાથે રાણપુર શહેરમાં પધારતા રાણપુર જૈન સમાજ દ્વારા મનુભાઈ શેઠ સ્કુલ પાસેથી ભવ્ય સ્વાગત કરી વાજતે-ગાજતે સામૈયુ કરવામાં આવ્યુ હતુ.મનુભાઈ શેઠ સ્કુલ થી મોટા દેરાસર સુધી સામૈયાની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી અને રાણપુરના પનોતા પુત્ર પ.પૂ રાજવલ્લભ વિજયજી મ.સા.એ તેઓના સાંસારીક ઘરમાં ગુરૂ ભગવંતો સાથે પગલા કર્યા હતા.આ પ્રસંગે નવકારશી નું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સામૈયા માં જૈન સમાજના શ્રાવકો અને શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને રાણપુર જૈન સમાજ માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
