Gujarat

સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિજયભાઈ ઉર્ફે કનુભાઈ ડોડીયા અને કાર્યકારી પ્રમુખ તરીકે શ્રી હસુભાઈ સૂચકની નવી નિમણૂંક થતાં કૉંગ્રેસી કાર્યકરોમાં હર્ષની લાગણી જોવા મળી.

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
—————————————————————-આજ તારીખ ૩/૨/૨૦૨૨ ને ગુરુવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરની સૂચનાથી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાની સાહેબ દ્વારા સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિજયભાઈ ડોડીયા ઉર્ફે કનુભાઈ અને કાર્યકારી પ્રમુખ તરીકે હસુભાઈ સૂચકની નિમણૂક કરાતાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, ગુજરાત પ્રદેશ મંત્રી ચંદ્રેશભાઈ રવાણી, જિલ્લા કૉંગ્રેસ મહામંત્રી મહેશભાઈ જ્યાણી , બાબુદાદા પાટીદાર,જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતીના પ્રમુખ હસુભાઈ બગડા,નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અશોકભાઈ ખુમાણ,પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઈ દવે,નગરપાલિકા સદસ્ય નાસીર ચૌહાણ,રાજેભાઈ ચૌહાણ,તુષારભાઈ અધવર્યું, યુવા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ માળવી,ઠાકોર સમાજ પ્રમુખ બટુકભાઈ ઉનાવા,વિજય રાઠોડ,ભુપતભાઇ ચુડાસમા,ભાવેશ બગડા,ચિરાગ વાઘ,પ્રિન્સભાઈ શિયાળ,પ્રવીણભાઈ ચુડાસમા,જીગાદાદા,રૂસતમ સમાં,મીર સમાજ ઉપ પ્રમુખ સાજીદમીર,ફિરોજભાઈ ચૌહાણ,ઘૂઘાભાઈ,હિતેશભાઈ સરૈયા,હિતેશ જયાણી,રમેશભાઈ જયાણી,ધીરજ વરમોર,પ્રદેશ કોંગ્રેસ લઘુમતીસેલના મહામંત્રી ઇકબલભાઈ ગોરી, ઓસાભાઈ પઠાણ,તેમજ લુહાર સમાજના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં કોંગીકાર્યકરો ધારાસભ્ય કાર્યાલયે ઉપસ્થિત રહી બંને હોદ્દેદારોને અભિનંદન પાઠવેલ અને લુહાર સમાજને પ્રતિનિધિત્વ મળતાં આ સમાજે ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો આભાર માનેલ હતો. આવનાર દિવસોમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા નવાં વરાયેલ પ્રમુખ કનુભાઈ ડોડીયા અને કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચક દ્વારા શહેરમાં નવું માળખું બનાવી કોંગ્રેસને મજબૂત બનાવવા અત્યારથી જ મહેનત ચાલુ કરી દીધી છે.અને આ નિમણૂંકથી ફરી કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આમ ગણો તો હવે કોંગ્રેસ પક્ષમાં નવા પ્રાણ ફૂંકાયા છે. સાવરકુંડલા શહેરીજનોને પણ હવે આ નિમણૂંકથી એક આશાનો સંચાર થતો જોવા મળેલ છે. આમ પણ લોકતંત્રમાં સબળ અને મજબૂત વિરોધ પક્ષ ખૂબ જરૂરી છે. હાલ સાવરકુંડલા શહેર બાયપાસ રોડ, માર્કેટ યાર્ડ પાસે આવેલ ફાટક પર ઓવર બ્રિજ કે અંડરબ્રીજ, વધતી જતી મોંઘવારી અને બેરોજગારી તથા સાવરકુંડલા શહેરને વહેલીમાં વહેલી તકે જીઆઇડીસીની સુવિધા ઉપલબ્ધ કરાવવા, સાવરકુંડલા શહેરમાં કાયમી ધોરણે શાકમાર્કેટનો પ્રશ્ર્ન હલ થાય તે માટે સબળ રજૂઆત થઈ શકે તે માટે આ બંને નવનિયુક્ત કોંગ્રેસ નેતાની નિમણૂંકથી સાવરકુંડલા શહેર માટે ખૂબ ઉજળા સંજોગો નિર્માણ થયા છે અને લોકોને પણ વર્ષોથી કનડતી સમસ્યાઓનું નિરાકરણ માટે બંને ખરેખર ખૂબ સક્ષમ છે એવું સાવરકુંડલા શહેરીજનોનાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે..

IMG-20220203-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *