Gujarat

ઉના પોલીસ સ્ટેશનમાં હિન્દુ તથા મુસ્લીમ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ  

 ગિરગઢડા
   ભરત ગંગદેવ.
           ઉના પોલીસ સ્ટેશનના પી.આઈ વિજયસિંહ ચૌધરી નાં અધ્યક્ષતામાં હિન્દૂ મુસ્લીમ સમાજ ના આગેવાનો ની શાંતિ સમિતિ ની બેઠક ઉના પોલીસ સ્ટેશનમાં યોજાઇ હતી.
 જેમાં ઉના નગરપાલિકા નાં ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી,ઉના શહેર મુસ્લિમ સમાજનાં પ્રમુખ ઈકબાલભાઈ ભિસ્તી, મનોજભાઈ બાંભણિયા, અબ્બાસભાઈ સુમરાણી, કરણી સેના નાં પ્રમુખ શૈલેષ સિંહ રાજપૂત, મહેશભાઈ બારૈયા, વિશ્વ હિન્દુ પરિષદના નિકુલભાઇ, બજરંગ દળ નાં પ્રમુખ સહિતના દરેક સમાજ નાં આગેવાનો હાજર રહેલ.
  ઉના પોલીસ સ્ટેશન પી.આઈ વિજયસિંહ ચૌધરી દ્વારા આગેવાનો ને જણાવ્યું કે કોઈ પણ સમાજ નો કોઈ પણ સભ્યો અન્યો ની લાગણી દુભાઈ તેવા સોશ્યલ મીડિયા માં વિવાદાસ્પદ તેમજ ઉશ્કેરણી જનક પોસ્ટ શેર ન કરવા તે બાબતે જાગૃત રહેવા અને અફવા નહિ ફેલાવવા તેની તકેદારી રાખવી તેવી સૂચના આપી હતી.

IMG-20220203-WA0498.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *