Maharashtra

ક્રિકેટમાં અમદાવાદમાં યાદગાર વિશ્વ વિક્રમ રચાયા છે

મુંબઈ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૬ ફેબ્રુઆરીથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. શ્રેણીની ત્રણેય મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાન ભારત માટે હંમેશા ખાસ રહ્યું છે, કારણ કે અહીં વિશ્વ ક્રિકેટમાં કેટલાક એવા સીમાચિહ્નો હાંસલ કરવામાં આવ્યા હતા, જે પહેલીવાર થયા હતા અને તે ભારતીયોએ જ પાર પાડ્યા હતા. આ વાત એટલા માટે થઈ રહી છે કારણ કે ૬ ફેબ્રુઆરીએ વધુ એક રેકોર્ડ બનશે, જે ટીમ ઈન્ડિયા કરશે. ભારતના મહાન ઓપનર ગાવસ્કરે આ મેદાન પર ૧૯૮૬-૯૭માં પાકિસ્તાન સામે પોતાના ૧૦,૦૦૦ ટેસ્ટ રન પૂરા કર્યા હતા. આ સીમાચિહ્ન સુધી પહોંચનાર તે વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન બન્યો. ગાવસ્કરના રેકોર્ડના ૭ વર્ષ પછી, તે મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવનો વારો હતો. ભારતના પૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર કપિલે ૧૯૯૪માં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં વિકેટ લીધી હતી, પરંતુ આ વિકેટ સાથે તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો. તેણે ન્યૂઝીલેન્ડના મહાન ઝડપી બોલર રિચર્ડ હેડલી (૪૩૧)ને પાછળ છોડી દીધો. ખાસ વાત એ છે કે જ્યારે આ મેદાન પર ૧૯૮૩માં પહેલીવાર ટેસ્ટ રમાઈ હતી ત્યારે કપિલે એક ઈનિંગમાં ૯ વિકેટ ઝડપી હતી, જે આ મેદાન પર અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ છે. થોડા વર્ષો પછી સચિન તેંડુલકરે પણ આ મેદાન પર રેકોર્ડ બનાવ્યા. ૨૦૦૯માં સચિને શ્રીલંકા સામેની મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩૦ હજાર રન પૂરા કર્યા હતા. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ અને અત્યાર સુધીનો એકમાત્ર બેટ્‌સમેન છે. ૨૦૧૧ના વર્લ્‌ડ કપ દરમિયાન સચિને ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચ દરમિયાન ર્ંડ્ઢૈંમાં ૧૮,૦૦૦ રન પણ પૂરા કર્યા હતા. આવું કરનાર સચિન એકમાત્ર બેટ્‌સમેન પણ છે. ભારતીય ટીમની. જ્યારે ૬ ફેબ્રુઆરીએ આ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે ત્યારે ટીમ ઈન્ડિયા ૧૦૦૦ વનડે રમનારી વિશ્વની પ્રથમ ટીમ બની જશે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા (૯૫૮) છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *