Gujarat

બનાસકાંઠામાં કિન્નરો માટે સ્મશાનની જગ્યા ફાળવવા કલેક્ટરને રજૂઆત

પાલનપુર
કિન્નર સમાજના અવસાન બાદ સીદ્ધપુર મુકામેમાં દફનવિધિ માટે જગ્યા રહેલી નથી સમાજ એક દફનવિધિ ઉપર બીજી દફનવિધિ થઈ શકતી નથી. જેથી અમારે અમારા સમાજના રીતિ-રિવાજ મુજબ મરણ જનારની અંતિમ પ્રક્રિઓ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અને અમારી લાગણી દુભાય છે. બનાસકાંઠા ખાતે અમારી કિન્નર સમાજનું સ્મશાન નથી. જેથી અમારે મરણ જનારની મૃતદેહને બીજી જગ્યાએ લઇ જવી પડે છે. જેના કારણે અમારે અતિશય અગવડો પડે છે અને હેરાનગતિનો સામનો કરવો પડે છે. અમારું કિન્નર સમાજ હોય અમારા સમાજના રીતરિવાજ મુજબ મરણ જનારની દફનવિધિ કરવામાં ગુપ્તતા રાખવી પડે છે અને સંપૂર્ણ ધામીક વિધિ થઈ શકતી નથી. જેના કારણે અમારી ધાર્મિક લાગણીઓ દુભાય છે. અમારા સમાજના રીતિ-રિવાજ મુજબ અન્ય સમાજના સ્મશાનમાં દફનવિધિ થઈ શકતી નથી. જેથી અમારા સમાજના રીતિ-રિવાજ મુજબ દફનવિધિ કરવા સ્મશાન ભૂમિની તાતી જરૂર ઉપસ્થિતિ છે. આથી અમારી કિન્નર સમાજના રીતિ-રિવાજ ધાર્મિક વિધિ અને સામાજિક લાગણીઓને ધ્યાને લઈ કિન્નર સમાજની સમસ્યા માટે યોગ્ય જગ્યા જમીન ફાળવણી કરવામાં આવે. આવી રજૂઆત કિન્નર સમાજે કરી હતી.

Not-a-single-cemetery-for-kinnars-the-society-approached-the-collector-to-allocate-space.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *