Gujarat

આણંદના વકીલ પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી ઘરમાંથી કાઢી મૂકી

આણંદ
આણંદના બોરસદના ગોરેલ ગામે રહેતી યુવતીના લગ્ન આણંદના ગામડી ખાતે રહેતા અને વકિલાતનો વ્યવસાય કરતાં ભાગ્યેશચંદ્ર જયંતિભાઈ ઠાકોર સાથે ૧૦મી એપ્રિલ,૧૬ના રોજ થયાં હતાં. આ લગ્નજીવનમાં શરૂઆતમાં થોડો સમય સારી રીતે રાખ્યા બાદ પતિ સહિત સાસરિયાના વર્તનમાં ફેરફાર થવા લાગ્યો હતો. તેમાંય ભાગ્યેશને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતાં પરિણીતા ચોંકી ગઇ હતી. આ અંગે પતિને સમજાવતા તે ઉશ્કેરાઇ જતો હતો અને ત્રાસ આપવા લાગતો હતો અને મારઝુડ કરવા લાગતો હતો. ભાગ્યેશ વકિલ હોવાથી વારંવાર છુટાછેડા આપવાની ધમકી આપતો હતો અને પોતે કાયદાના જાણકાર હોવાથી હું કોર્ટના કામકાજનો માહિતગાર છું અને ખોટા સાક્ષીઓ ઉભા કરી તારા ચારિત્ર્ય પર લાંછન થાય તેવા પુરાવાઓ ઉભા કરીશ. તારો કેસ કોઇ વકિલ લડશે નહીં. આ ઉપરાંત પરિણીતા અભ્યાસ કરતી હોવાથી તેના પર ખોટા ખોટા વહેમ રાખી મારઝુડ કરવાનું શરૂ કરી દીધું હતું. કોલેજની ફી પણ ભાગ્યેશ આપતો નહતો. અમારે તો તને ભણાવવી જ નથી અને જાે તારે ભણવું હોય તો તારા બાપના ઘરેથી ફીના રૂપિયા ના લાવવા હોય તો તું ભણવાનું છોડી દે. તું કોલેજ ભણવા નહીં, પરંતુ હરવા ફરવા જાય છે. ભાગ્યેશ ઘણી વખત રાત્રે રાજાપાઠમાં આવીને જમવાનું બરાબર નથી તેમ કહી ઝઘડો કરી જમવાનું મોંઢા પર નાંખી મારઝુડ કરવા લાગ્યો હતો. આ બાબતો અંગે સાસુ – સસરા પણ ચઢવણી કરતાં હતાં. બીજી તરફ વીજ કંપનીમાં નોકરી માટે રૂ. પાંચ લાખ પિયરમાંથી લાવવા દબાણ કરતો હતો. આ મુદ્દે છ મહિના પહેલા મોટો ઝઘડો થયો હતો. જેમાં ભાગ્યેશે મારઝુડ કરી પહેરેલ કપડે જ ઘરમાંથી પરિણીતાને ઘરમાંથી બહાર કાઢી મુક્યાં હતાં. આ અંગે પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ભાગ્યેશ જયંતીભાઈ ઠાકોર, જયંતિલાલ રાવજીભાઈ ઠાકોર, મનિષાબહેન ઠાકોર, આશિષ જયંતિલાલ ઠાકોર સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Torture-the-wife.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *