Gujarat

સુરતમાં બે વિદ્યાર્થીઓ પર વિધર્મીઓનો હુમલો

સુરત
સુરત શહેરના અઠવાઇન્સ સ્થિત કેપી કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ પર વિધર્મી વિદ્યાર્થીઓ સાથે અન્ય ૧૨ લોકો મળી કોલેજ બહાર વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પાછળનું કારણ પોલીસે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ શેર કરી હતી જેને લઈ આ હુમલો કરવામાં આવ્યો હતો. જાેકે ઘટનાના ૨૪ કલાક બાદ પણ કોલેજ અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે મોટી સંખ્યામાં એબીવીપી કાર્યકરો કેપી કોલેજ બહાર એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી ૨૪ કલાકમાં આરોપી વિદ્યાર્થીઓને કોલેજમાથી કાઢી મૂકવા અને યોગ્ય કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *