Gujarat

ત્રીજી લહેરમાં ૪૦ દિવસમાં ૩.૬૨ લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા ઃ ૫૦૧ દર્દીના મોત રાજ્યમાં પહેલી-બીજી લહેર કરતા પણ વધુ ઝડપે મૃત્યુઆંક અને કેસ વધ્યા

 

 

અમદાવાદ
રાજ્યમાં કોરોનાના કેસમાં ૨૭મી ડિસેમ્બર ૨૦૨૧ બાદથી ઉછાળો જાેવા મળી રહ્યો છે. આ બાદથી ૪ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીના ૪૦ દિવસમાં ૩ લાખ ૬૨ હજાર ૪૬૫ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન ૫૦૧ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. એટલે કે ૪૦ દિવસમાં ૫૦૦થી વધુ દર્દીઓ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો. તેમાં પણ ૬૨ ટકા મોત (૩૧૨ મોત) માત્ર ૨૬ જાન્યુ.થી ૪ ફેબ્રુઆરી સુધીના ૧૦ દિવસમાં જ થયા છે. આ દરમિયાન ૧લી ફેબ્રુઆરીના રોજ એક જ દિવસમાં સૌથી વધુ ૩૮ દર્દીઓના કોરોનાથી થયા. આમ રાજ્યમાં ૪૦ દિવસમાં દર ૭૨૩ કેસની સામે ૧ દર્દીનું કોરોનાથી મોત થયું. કોરોનાની બીજી લહેરની વાત કરીએ તો, ૨૨ ફેબ્રુઆરીથી ૧૩ એપ્રિલ ૨૦૨૧ વચ્ચેના ૫૧ દિવસમાં કુલ ૯૩૧૦૨ દર્દીઓ કોરોના પોઝિટિવ થયા. જાેકે ઓછા કેસ હોવા છતાં ૫૧૭ દર્દીઓના મોત આ સમયગાળા દરમિયાન થયા હતા. જેમાં ૧૩ એપ્રિલના રોજ એક જ દિવસમાં રાજ્યમાં ૬૭ દર્દીઓના કોરોનાથી મોત થયા. આમ ૫૧ દિવસમાં દર ૧૮૦ કેસની સામે ૧ દર્દીનું કોરોનાથી મોત થયું. ગુજરાતમાં ૧૯મી માર્ચ ૨૦૨૦ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જ્યારે ૨૨મી માર્ચે પ્રથમ દર્દીનું મોત થયું હતું. જાેકે આ પછી ૧૧ મે ૨૦૨૦ સુધીના ૫૪ દિવસોમાં રાજ્યમાં ૮૫૧૭ કોરોનાના કેસ નોંધાયા હતા. આ દરમિયાન ૫૧૩ દર્દીઓના કોરોનાથી મોત થઈ ગયા. જેમાં ૫ મે ૨૦૨૦ના રોજ એક જ દિવસમાં ૪૯ દર્દીઓના કોરોનાથી મોત નોંધાયા હતા. આમ પહેલી લહેરમાં દર ૧૬ કેસની સામે ૧ દર્દીનું કોરોનાથી મોત થયું હતું. ત્રીજી લહેરમાં રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ મોત અમદાવાદ જિલ્લામાં થયા છે. શહેર અને જિલ્લામાં ૪૦ દિવસમાં ૧૪૧ લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે સુરતમાં ૮૬, રાજકોટમાં ૪૭ અને વડોદરામાં ૪૩ દર્દીના મોત થયા છે. જ્યારે જામનગરમાં ૨૫, વલસાડમાં ૨૩, ભરુચમાં ૧૬ તથા નવસારીમાં ૧૨ દર્દીનાં મોત થયા છે.રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની અસર હાલમાં થોડી ઓછી થઈ છે. જાેકે નવા કેસ અને મૃત્યુની સંખ્યા ઝડપથી વધવા મામલે ત્રીજી લહેર અગાઉની બંને લહેર કરતા ભારે પડી રહી છે. ત્રીજી લહેરના ૪૦ દિવસમાં કોરોનાથી ૩.૬૨ લાખથી પણ વધારે કેસ ગુજરાતમાં નોંધાઈ ચૂક્યા છે. કોરોનાના વધતા કેસની સાથે ત્રીજી લહેરમાં મોત પણ અગાઉની બંને લહેરની સરખામણીએ સૌથી વધુ ઝડપે થયા છે. ગુજરાતમાં કોરોનાની પહેલી લહેરમાં ૫૩ દિવસમાં ૫૦૦થી વધુ દર્દીઓના મોત થયા, જ્યારે બીજી લહેરમાં ૫૧ દિવસમાં ૫૦૦થી વધુ મોત થયા હતા. જ્યારે હાલ કોરોનાની ત્રીજી લહેરમાં માત્ર ૪૦ દિવસમાં જ ૫૦૦થી વધુ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. જે દર્શાવે છે કે ત્રીજી લહેરમાં કેસની સાથે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.

Corona-in-Gujarat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *