આવેદન પત્ર માં રજુઆત કરવામાં આવેલ છે કે…
કોવીડ – ૧૯ મહામારી હાલમાં ઝડપી ફેલાવો રોકવા માટે તાત્કાલિક ગંભીર પગલાં લેવાની સરકારને ફરજ પડી છે. રોજીંદી આવક ઉપર નિર્ભર એવા ગરીબ લોકોની સંખ્યા ગુજરાતમાં એટલી બધી વિશાળ છે કે આપણે તમામ આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી શકીએ નહી. હાલના કટોકટીભર્યા સમયમાં કોવીડ -૧૯ મહામારીમાં ગુજરાત સરકારે ગુન્હાહિત બેદરકારી અને અણઘડ વહીવટ દ્વારા કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઇન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા છે. ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લુંટ ચલાવામાં આવી. સામાન્ય અને માધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો. પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે અને મૃતક પરિવારો સાથે માનવ જાતની પણ ક્રૂર મજાક કરી છે એક બાજુ સરકાર મોતના આંકડા છુપાવવાની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી,
ગુજરાતકોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઈને કોરોના મૃતક પરિવારજનોને મળ્યા છે. કોરોનાની મહામારીમાં ભાજપ સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવા, ઈન્જેક્શન સહિત આરોગ્ય સેવાના અભાવે ગુજરાતના ૩ લાખ કરતા વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે પરંતુ ભાજપ સરકારે મૃતકોના આંકડા છુપાવતા માત્ર ૧૦ હજારનો આંકડો જાહેર કર્યો. મૃતકોના પરિવારજનોને વળતર ચુકવવામાં આનાકાની બાદમાં સુપ્રિમ કોર્ટની સતત ફટકાર બાદ ભાજપ સરકારે સ્વિકાર્યું છે કે ૯૧૮૧૭ અરજીઓમાંથી ૫૮૮૪૦ અરજીઓ મંજુર કરાઈ છે. ૧૧૦૦૦ જેટલી અરજીઓ પ્રોસેસમાં છે. ૧૫૦૦૦ અરજી પેન્ડીંગ છે અને ૫૦૦૦ જેટલી અરજીઓ રીજેક્ટ કરાઈ છે. જે દર્શાવે છે કે, ભાજપ સરકાર મોતના આંકડા છુપાવી જુઠ્ઠાણું ફેલાવ્યું જે સુપ્રિમકોર્ટમાં ફટકાર બાદ સાચા મૃતકોના આંકડા સામે આવી રહ્યાં છે. કેટલાય લોકો ટેસ્ટ કર્યા વગર અને હોસ્પિટલમાં એડમિટ કર્યા સિવાય મૃત્યુ પામ્યા એમને સરકાર કેવી રીતે શોધીને વળતર આપશે ? સરકાર શા માટે તારીખ પે તારીખ લંબાવે છે ? જ્યારે સુપ્રિમકોર્ટ લપડાક આપે ત્યારે સહાય આપે અને સરકાર કામ કરે છે. ભાજપ સરકાર મૃતકોના પરિવારજનો સાથે મોટાપાયે અન્યાય કરી રહી છે. કોરોના મૃતક પરિવાકોરોના મૃતક પરિવારજનો વી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય સરકાર તરફથી ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


