ઓલપાડ
ઓલપાડના ઈસનપોર શનિદેવ ગૌ શાળામાં આયોજિત આ યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો. હવન યજ્ઞની શરૂઆત સુપ્રસિદ્ધ મહંત અને પંડીતો દ્વારા કરવામાં આવી હતી. હવનમાં સીએમ યોગીના ભવ્ય વિજય પ્રાપ્તી માટે સંકલ્પ અને મંત્રોચ્ચારની સાથે આહુતી નાંખવામાં આવી હતી. હવન યજ્ઞને વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે, હિન્દુ ધર્મ અનુસાર કોઈ સારા કાર્યને પુરા કરવાની ઈચ્છા સાથે હવન કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજ દેશ વિકાસના નવા શિખરો સર કરે છે. અને ઉત્તરપ્રદેશમાં યોગીએ ૫ વર્ષોમાં ખુબજ પ્રસંશનીય કામગીરી કરી છે. અમારી સૌની ઈચ્છા છે કે મહંત યોગી ફરી એકવાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બને અને પ્રદેશની સેવા કરે. રાષ્ટ્રીય કિસાન દળ અને રાષ્ટ્રીય કિસાન સેનાના કાર્યકર્તાઓએ ભવ્ય વિજય પ્રાપ્તી હોમાત્મક હવન યજ્ઞમાં હાજર લોકોનો આભાર માન્યો હતો.રાષ્ટ્રીય કિસાન દળ અને રાષ્ટ્રીય કિસાન સેનાના નેજા હેઠળ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને ફરી એકવાર જંગી બહુમતીથી ચૂંટાઈને ઉત્તરપ્રદેશના વિકાસ અને સમૃદ્ધિ માટે નેતૃત્વ કરે આ અનુસંધાને ભગવાન શનિદેવની અસીમ કૃપાથી સંવત ૨૦૭૮ના મહા સુદ આઠમના રોજ વિજય પ્રાપ્તી હોમાત્મક લઘુરૂદ્ર અને દુર્ગાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.