અમદાવાદ
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વિસ્તારમાં રોફ જમાવવા માટે ગાડી પર લાલ-વાદળી રંગની લાઈટ લગાવીને ફરવું એક યુવકને ભારે પડ્યું. પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ દરમિયાન ટ્ઠઆ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા યુવકને કારમાંથી ઉતારીને તેની પૂછપરછ કરતા યુવકે જણાવ્યું હતું. તેની પાસે પોલીસે પોતે પોલીસ અધિકારી હોય તો આ અંગેનું ઓળપત્ર માંગ્યું હતું. જાેકે તેની પાસેથી કોઈપણ પોલીસ અધિકારીના હોદ્દાનું ઓળખપત્ર મળ્યું નહોતું. જે બાદ પોલીસનો રોફ મારવા કાર પર બ્લ્યુ-રેડ લાઈટ લગાવીને ફરતા ચાલક વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૭૭ તથા ૧૮૮ મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાની વિગતો મુજબ, નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી નિકોલ-કઠવાડા ગામ વચ્ચેના રસ્તામાં વાહન ચેકિંગની ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન કઠવાડા-સિંગરવા રોડ તરફથી મોડી રાત્રે એક કાર આવી રહી હતી. જેના પર પોલીસ અધિકારીના વાહનો પર લાગતી બ્લુ-રેડ રંગ જેવી ડિજિટલ લાઈટ લગાવેલી હતી. જેથી શંકાના આધારે પોલીસે કારને રોકી હતી.


