Gujarat

રાજકોટમાં બળજબરીથી યુવતીને હેરાન કરનારને પાસામાં ધકેલ્યો

રાજકોટ
રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તાતરમાં રહેતાં અને ઢોસાના ખીરાનો ધંધો કરતાં ૨૪ વર્ષના રવિ લાલવાણી નામના શખ્સેસ રઘવાયા બની પતિથી અલગ રહેતી એક ૩૨ વર્ષની મુસ્લિામ પરિણીતાને ચોકલેટ ડે ના દિવસે સાંજના સમયે રસ્તાીમાં ઉભી રાખી ‘આજે ચોકલેટ ડે છે, તારે મારી ફ્રેન્ડડશીપની પ્રપોઝ સ્વીતકારવી જ પડશે, નહિ સ્વીેકાર તો મારી નાંખીશ’ તેવી ધમકી આપી જાહેરમાં બથ ભરી લઇ ચેનચાળા કરી લેતાં પોલીસે ગુનો નોંધી આ શખ્સશને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. સાથે જ આજે વેલેન્ટાઈન દિવસે જ તેની સામે કડક કાર્યવાહી કરી તેને પાસા હેઠળ અમદાવાદ જેલ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીડિત મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યુંય હતું કે હું સાતેક મહિનાથી સિક્યુ રીટી ગાર્ડ તરીકે નોકરી કરુ છું અને મારા પતિ સાથે મારે બનતું ન હોઇ જેથી હું નવેક વર્ષથી અલગ રહુ છું. મારે એક સંતાન છે. સાતેક મહિના પહેલા મારી એક બહેનપણીના સગા એવા રવિ સાથે બહેનપણીના ઘરે પરિચય થયો હતો. એ પછી રવિ અવાર-નવાર મને ફોન કરતો હતો. જેથી મેં તેને ફોન કરવાની ના પાડી હતી. તેમ છતાં તે ફોન કરી હેરાન કરતો હોઇ મેં મારી બહેનપણીને વાત કરી હતી કે તારા સગામાં છે એ રવિ મને હેરાન કરે છે. જેથી તેણીએ પણ રવિને ઠપકો આપી હેરાન નહિ કરવા કહ્યું હતું. આ પછી મેં બહેનપણી સાથે પણ સંબંધ તોડી નાંખ્યોે હતો. આમ છતાં રવિ મારી પાછળ પાછળ આવીને હેરાન કરતો હતો. મેં તેને સ્પ?ષ્ટઠ કહી દીધુ હતું કે મને આવી કોઇ બાબતમાં રસ નથી, મને હવે ફોન ન કરવો. છતાં તે ફ્રેન્ડપશીપ રાખવાનું કહી સતત ફોન કરતો હતો. વધુમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે,દરમિયાન હાલમાં વેલેન્ટાતઇન વીક ચાલી રહ્યું હોઇ બુધવારે ૯ ફેબ્રુઆરીએ ચોકલેટ ડે હોઇ રવિએ સાંજે સાતેક વાગ્યે્‌ પૂનમ કોમ્પ લેક્ષ પાસે મને અટકાવી હતી. આથી મેં તેને ‘મારે તારી સાથે કોઇ સંબંધ નથી છતાં તુ મને શું કામ ફોન કરે છે અને ઉભી રાખે છે?’ તેમ કહેતાં તેણે કહેલું કે ‘મારે તારી સાથે ફ્રેન્ડ શીપ કરવી જ છે, આજે ચોકલેટ ડે છે, અને તારે મારી ફ્રેન્ડંશીપની પ્રપોઝ સ્વી કારવી જ પડશે, જાે મારી પ્રપોઝ નહિ સ્વીવકારે તો હું તને જાનથી મારી નાંખીશ’ તેવી ધમકી આપી હતી અને મને પરાણે બથ ભરી લીધી ચેનચાળા કરવા માંડયો હતો. મેં તેને દૂર હડસેલી દીધો હતો અને આજ પછી મારી સામે જાેતો પણ નહિ, હું પોલીસ ફરિયાદ કરીશ તેમ કહેતાં તે જતો રહ્યો હતો.આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે સિક્યુનરીટી ગાર્ડ તરીકે નોકરી કરતી ૩૨ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી રવિ બીજલભાઇ લાલવાણી (ઉ.૨૩) નામના શખ્સે વિરૂધ્ધત આઇપીસી ૩૫૪, ૩૫૪ (ક), (ઘ) તથા ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી ગુરુવારે તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *