Gujarat

ગુજરાતમાં નવી સ્પોર્ટસ પોલીસી આવશે ઃ હર્ષ સંઘવી

અમદાવાદ
અમદાવાદમાં સતત વધી રહેલા સાયબર ક્રાઈમને અટકાવવા માટે પોલીસે અનેક કડક પ્રયાસો હાથ ધર્યા છે. જેમા અમદાવાદ સાયબર ક્રાઈમે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા અંદાજે ૧૬ હજાર જેટલા લોકોના રૂપિયા પણ પરત અપાવવામાં આવ્યા છે. આ મુ્‌દ્દે રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અમદાવાદ પોલીસ દ્વારા એક ખૂબજ સરસ પ્રયોગ કરવામાં આવ્યો છે. લોકશાહીનો ચોથો સ્તંભ એટલે મીડિયાના તમામ એડિટર અને સંચાલકો સાથે પોલીસ વચ્ચેનો બ્રિજ બનાવવાનો પ્રયાસ કરાયો છે. સચોટ અને સમયસર માહિતી અને સમાજમાં મીડિયાનો નવા પ્રયોગ થકી તંત્ર અને પ્રજા જાેડતો આ પ્રયોગ છે. આગામી દિવસોમાં રાજ્યના તમામ શહેરમાં આવો પ્રયોગ હાથ ધરાશે.જેમાં નવા આઈડિયા, માહિતી અને તમામ બાબતો પોલીસ સુધી મળે તેવા પ્રયાસ હાથ ધરાશે. સાથે જ નજીકના સમયગાળામાં ગુજરાતમાં નવી સ્પોર્ટ્‌સ પોલિસી આવશે જેમા યુવક-યુવતીઓને સારી તક અને પ્રોત્સાહન મળશે. સાથે જ નાગરિકો મોબાઈલથી જ પોતાની પોલીસ ફરિયાદ નોંધાવી શકે તેવી સુવિધા શરૂ કરાશે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, હું અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને તેમની આખી ટીમને અભિનંદન પાઠવું છું. જે પ્રકારે પ્રેઝન્ટેશનના માધ્યમથી સૌને માહિતી આપવામાં આવી કે કેવી રીતે અમદાવાદ સાયબર ટીમ દ્વારા ૧૬ હજારથી વધુ લોકોને પૈસા પરત આપવવામાં આવ્યાં. સાથે જ ગુજરાતના તમામ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોમાં અમદાવાદ સાયબર ટીમ કયા પ્રકારે મદદગાર થઈ છે. સાથે જ ઈકોનોમીક ઓફિસ તેમજ ર્નિભયયા પ્રોજેકટ માટે પણ યોગ્ય કામગીરી કરી. ર્નિભયા પ્રોજેકટ એ મહિલાઓની સુરક્ષા માટેનો પ્રોજેક્ટ છે. જેમા અમદાવાદ પોલીસે શહેરની ૪૦ હજાર બહેનો જાેડે સર્વે કરાયો હતો. આ સર્વેમાં સ્ટ્રીટ લાઈટ, પબ્લિક ટોયલેટ, બસ સ્ટોપ પર ઇમરજન્સી સ્વીચ સહિતની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી.

Harsh-Sanghvi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *