Gujarat

નડિયાદમાં વિદેશી દારૂ સાથે ૧ ઈસમને પકડી પાડ્યો

નડિયાદ
નડિયાદ ટાઉન પોલીસના માણસોએ ચોક્કસ બાતમીના આધારે બારકોસીયા રોડ? પરથી પસાર થતી બોલેરો પીકઅપને અટકાવી હતી. પોલીસે આડાશ કરી આ વાહનને અટકાવતાં ડ્રાઇવર સાઈડે બેઠેલ ઈસમ બહાર આવ્યો હતો. પોલીસે તેનુ નામઠામ પુછતાં તેણે પોતાનુ નામ સંજય નટુભાઈ તળપદા હોવાનું જણાવ્યું હતું. પોલીસને વાહનમા દારૂ છુપાવ્યો હોવાની શંકા જતાં વાહનના પાછળના ખુલ્લા ?ભાગે જાેતા ૧૬ પુઠાના અલગ અલગ બોક્ષ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતાં ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. પંચોને બોલાવી આ તમામ બોક્ષની ગણતરી કરતા તેમાંથી અલગ અલગ માર્કાની કુલ ૧૯૨ નંગ બોટલો જેની કિંમત રૂપિયા ૧ લાખ ૯ હજાર ૨૦૦નો દારૂ મળી આવ્યો હતો આ સંદર્ભે પોલીસે ચાલક સંજય તળપદાને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઇ જવાતો હતો તે દિશામાં પુછપરછ કરતા આરોપી ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો. આથી પોલીસે ઉપરોકત દારૂનો જથ્થો તથા ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ રૂપિયા ૪ લાખ ૯ હજાર ૨૦૦નો મુદામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નડિયાદમાં દારૂની હેરાફેરી કરતા વાહનને પોલીસે ઝડપી લઈ રૂપિયા એક લાખ ઉપરાંતના કિંમતનો ઈંગ્લિશ દારૂ કબ્જે કર્યો છે. સાથે સાથે ચાલકની પણ અટકાયત કરી ગુનામાં વપરાયેલી વાહન તથા દારૂનો? જથ્થો સહિત કુલ રૂપિયા ૪ લાખ ૯ હજાર ૨૦૦નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *