Gujarat

વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં મહિલાનું શંકાસ્પદ મોત થયું

વલસાડ
દારૂની હેરાફેરી સાથે સંકળાયેલી મહિલાનો વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. વાપી ટાઉન પોલીસના જણાવ્યા મુજબ, લતા ઉર્ફે સુશિલાબેન ગવ્હણે દારૂની હેરાફેરી કરતા ચલા વિસ્તારમાંથી ઝડપાયા બાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ સમયે લતાબેન પોતે પણ નશામાં હતા. લતાબેનને પીએસઓના ટેબલની સામે મહિલા લોકઅપની બહાર બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડીવાર પછી લોકઅપના સળિયા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઘેલી હાલતમાં લતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લતાબેનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત ખસેડવામાં આવ્યો છે. એક વર્ષથી પિતા પથારીવાસ છે. ત્રણ ભાઈઓમાં એક રાહુલ અલગ રહે છે. બીજાે નાનો ભાઈ દિવ્યાંગ છે એટલે એનાથી કોઈ કામ થઈ શકે એમ નથી, હું કડીયા કામ કરી પરિવાર ને આર્થિક રીતે મદદ કરું છું, ઘર ચલાવતી વૃદ્ધ માતા પુત્ર ની આવક થી પૂરું ન થઈ શકતુ હોવાથી દારૂ ની હેરાફેરી કરી થોડા રૂપિયા કમાઈ લેતી.વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં મહિલાના શંકાસ્પદ મોતનો બનાવ બન્યો છે. દારૂની હેરાફેરી મામલે ઝડપાયેલી મહિલાનો પોલીસ સ્ટેશનના લોકઅપના સળિયા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઘેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પોલીસે ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને ખસેડી આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *