Gujarat

રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા પડધરી નજીક મોવૈયા સર્કલ પાસે બાઇક સ્લીપ થતા બે યુવાનના મોત નીપજ્યા હતા જયારે એક યુવાનને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે બનાવના પગલે પડધરી પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા કાર્યવાહી કરી છે

પોલિસની વિશેષ તપાસમાં મૃતક બે યુવાનોમાં રાજકોટના ચુનારાવાડ નજીક રહેતો શેખર ઉર્ફે વિશાલ મનોજભાઈ જાદવ અને પીન્ટુ હોવાનું જયારે ગંભીર રીતે ઘાયલ યુવાન કરણ ભરતભાઈ મકવાણા ( ઉ. વ.૧૮) હોવાનું સામે આવતા પોલીસે તેની ઓળખ મેળવવા તેના વાલી વારસદારોનો સંપર્ક કરવાની કાર્યવાહી કરી છે

અહેવાલ- નિખીલ ભોજાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *