Gujarat

સાવરકુંડલા શહેરમા મિશ્ર ઋતુના માહોલ વચ્ચે ગઈકાલે બપોર બાદ વાદળિયું વાતાવરણ સર્જાયું..તો આજે સવારનાં ગુલાબી ઠંડી અને બપોરે ઠંડા પવનોનો વાયરો ફૂંકાતાં રોગચાળો વધવાની સંભાવના પ્રબળ બની છે.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આમ તો છેલ્લાં બે ત્રણ દિવસથી સવારે થોડી ઠંડી અને બપોરે તાપ પડતો જોવા મળેલ. આમ મિશ્ર ઋતુનો માહોલ સર્જાયો હતો. એમાં ગઈકાલે બપોર પછી લગભગ ચાર વાગ્યાની આસપાસ વાદળિયું વાતાવરણ છવાયું હતું તો આજે સવારે ગુલાબી ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો અને બપોરે  ઠંડા પવનનો વાયરો ફૂંકાતો જોવા મળેલ છે. ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાય એટલે ભરબપોરે ભાંભળું વાતાવરણ જોવા મળ્યું હતું. આમ બેવડી મિશ્ર ઋતુનું વાતાવરણ સર્જાતાં રોગચાળો વધવાની સંભાવના પ્રબળ બની છે. આમ પણ સામાન્ય રીતે આવી મિશ્ર ઋતુમાં શરદી, ઉધરસ અને શ્વાસને લગતી બિમારીઓ માથું ઊંચકતી જોવા મળે છે.. આમ લોકોને એક જ દિવસમાં શિયાળા અને ઉનાળાનો અહેસાસ થતો જોવા મળે છે. બદલતાં પર્યાવરણીય પ્રવાહની ચિંતા ખરેખર લોકોનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હવામાનની આ બદલતો મિજાજ એક ચિંતાનો વિષય તો જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *