Gujarat

છોટાઉદેપુરના નિશારભાઇ ભગતના નિધનથી હિન્દુ-મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી

વિશાળ વ્યક્તિત્વના ધણી એવા નિસારભાઈ ભગતનું અચાનક હ્રદય રોગના હુમલામાં અવસાન થતાં હિન્દુ મુસ્લિમ સમાજમાં શોકની લાગણી છવાઇ છે. છોટાઉદેપુર નગરના મુસ્લિમ અગ્રણી એવા નિશાર ભાઈ ભગતનું અચાનક મોત થતાં સમગ્ર નગરમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. વિશાળ વ્યક્તિત્વના ઘણી એવા નિસાર ભાઈ ભગત હિન્દુ મુસ્લિમ સમાજમાં પોતાની આગવી ઓળખ ધરાવતા હતા. સામાજિક કાર્યોમાં હર હંમેશ પ્રતિનિધિતુ ધરાવતા હતા. મુસ્લિમ સમાજમાં આગવું સ્થાન
ધરાવતા એવા નિશારભાઇ ભગતનું અચાનક મોત થતાં સમગ્ર પંથક્માં ગમગીની છવાઇ હતી. અત્યંત દુ:ખની વાત તો એ
છે કે આગામી ૨૬મી ફેબ્રુઆરીના રોજ તેઓના નાના પુત્ર નવા દાંપત્યજીવનના ડગ મૂકવાનું મુકરર કરવામાં આવેલ હતું. પરંતુ તે પહેલાં જ નિશારભાઈ પોતાના ચાર સંતાનને અલવિદા કહી અલ્લાહની રહેમત માં જતા રહ્યા છે. નિસાર ભાઈ ભગતની ખોટ સમાજમાં કદી ન પૂરાય તેવી પડવા પામી છે. નિશાર ભાઈ ભગતની મોતના સમાચાર વાયુ વેગે નગરમાં પ્રસરતા મોટી સંખ્યામાં હિંદુ મુસ્લિમ બિરાદરો તેઓના નિવાસ સ્થાને પહોંચી અને ભાવભીની શ્રદ્ધાંજલી આપી અને તેઓના પરિવારજનોને આ દુ:ખની ઘડીમાં ધીરજ રાખવા સાત્વના આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

Screenshot_20220218-230003_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *