ભારતીય રેલ્વે મંત્રાલય દ્વારા મીટર ગેજ ને બ્રોડગેજમાં રૂપાંતરીત કરવાના પ્રોજેકટ અંતર્ગત જેતલસરથી ઢસા સુધીની મીટર ગેટની લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરી કરવાનું કાર્ય અંદાજીત ચારેક વર્ષથી ચાલુ હોય જે પુર્ણ થતા આજરોજ બ્રોડગેજ કનવર્ઝનના હેડ ગીડાના માર્ગદર્શન હેઠળ આજરોજ જેતલસરથી ટ્રાયલ ટ્રેનની શરૂઆત કરાયેલ શાસ્ત્રોકત વિધી અનુસાર પુજા વિધી કરાવી શ્રીફળ વધારી જેતલસરથી ટ્રાયલ ટ્રેનની શરૂઆત થયેલ જેને ઠેરઠેર સન્માનીત કરેલ.
રેલ્વે દ્વારા છેલ્લા ચાર વર્ષ થી જેતલસર જનક્શન થી ઢસા સુધી જે મીટર ગેજ હતી તેનું બ્રોડગેજ નું કામ ચાર વર્ષ નાં લાંબા સમય બાદ 104.4 કિલોમીટર લાંબી ટ્રેક અને 800 કરોડ નાં ખર્ચ બાદ પૂરું થતા આજે રેલવે પ્રશાશન દ્વારા લાંબી ટ્રેક ઉપર એન્જીન દોડાવી ટ્રાયલ કરવામાં આવી હતી આજે જેમની જેતલસર જક્શન થી ઢસા નાં ગ્રામ્ય વિસ્તાર નાં લોકો છેલ્લા ચાર વર્ષ થી રાહ જોઈ રહ્યા હતા તે બ્રોડગેજ નું રેલવે દ્વારા કાર્ય પૂરું થતા આજે જકશન ખાતે થી રેલવે નાં અધિકારી દ્વવારા 104.4 લાંબી ટ્રેક ની ટ્રાયલ માટે આજે એન્જીન ટ્રેક ઉપર દોડાવવા મા આવ્યુ હતું જેનું જેતલસર જક્શનના ગ્રામવાસીઓએ એન્જીન ની આરતી ઉતારી ઢોલ નગારા અને ફટાકડા ફોડી હરિ જંડી આપવા મા આવી હતી છેલ્લા ચાર વર્ષ થી રેલવે દ્વારા મીટર ગેજ માંથી બ્રોડગેજ ની કામગીરી અંદાજિત 800 કરોડ નાં ખર્ચ કરવામાં આવ્યો છે જે લાંબી રાહ જોયા બાદ રેલવે કાર્ય પૂરું થતા આજે એન્જીન ને ટ્રેક ઉપર દોડાવી ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી જેમનું ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તાર મા સ્વાગત કરવામાં આવેલ આ ટ્રેન શરૂવાત મા પાંચ ડબા સાથે માલવહક ટ્રેન દોડાવાશે ત્યાર બાદ ફેબ્રુઆરી એન્ડ અથવા માર્ચ થી પેસેન્જર ટ્રેન દોડવાશે આ બ્રોડગેજ થતા જેતલસર જક્શન થી ઢસા સુધી નાં ગ્રામ્ય વિસ્તાર મા ખુશી જોવા મળી હતી
હરેશ ભાલીયા જેતપુર


