ચાંદીમાં રૂ.595 અને ક્રૂડ તેલમાં રૂ.42ની વૃદ્ધિઃ કોટનનો વાયદો રૂ.610 ગબડ્યોઃ મેન્થા તેલ, રબરમાં પણ નરમાઈનો માહોલઃ બુલડેક્સ વાયદામાં 488 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 438 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 464 પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 11થી 17 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન 2,568,779 સોદાઓમાં કુલ રૂ.219,094.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 488 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 438 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 464 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 864,946 સોદાઓમાં કુલ રૂ.45,868.48 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.48,750ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.50,438 અને નીચામાં રૂ.48,643ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,437ના ઉછાળા સાથે રૂ.50,392ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.827 ઊછળી રૂ.39,945 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.119 વધી રૂ.4,974ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,694ના ભાવે ખૂલી, રૂ.1,410ના ઉછાળા સાથે રૂ.50,277ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.63,000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.64,600 અને નીચામાં રૂ.62,028ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 595 વધી રૂ.63,861ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 547 વધી રૂ.64,012 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.540 વધી રૂ.63,998 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 148,609 સોદાઓમાં રૂ.30,230.08 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.20 વધી રૂ.261.55 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.9.25 ઘટી રૂ.299ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.18.90 ઘટી રૂ.766.45 અને નિકલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.23. વધી રૂ.1,805.90 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.185ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 520,007 સોદાઓમાં કુલ રૂ.41,486.19 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,765ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,190 અને નીચામાં રૂ.6,720ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.42 વધી રૂ.6,841 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.33.20 વધી રૂ.333 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,514 સોદાઓમાં રૂ.1,292.24 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,021 બંધ થયો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.38,000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.38,630 અને નીચામાં રૂ.37,430ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.610ના ભાવઘટાડા સાથે રૂ.37,550ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,478ના ભાવે ખૂલી, રૂ.423 ઘટી રૂ.16199 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.40 ઘટી રૂ.952.10 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 154,259 સોદાઓમાં રૂ.21,157.58 કરોડનાં 42,646.097 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 710,687 સોદાઓમાં કુલ રૂ.24,710.90 કરોડનાં 3,887.435 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 241,992 સોદાઓમાં રૂ.24,910.35 કરોડનાં 36,064,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 278,015 સોદાઓમાં રૂ.16,576 કરોડનાં 507450000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 8,811 સોદાઓમાં રૂ.1,266.12 કરોડનાં 332125 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 629 સોદાઓમાં રૂ.23.48 કરોડનાં 244.08 ટન, રબરના વાયદાઓમાં 57 સોદાઓમાં રૂ.1.01 કરોડનાં 62 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,5304 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 459.543 ટન, ક્રૂડ તેલમાં 742800 બેરલ અને નેચરલ ગેસમાં 8928750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 212550 ગાંસડી, મેન્થા તેલમાં 401.04 ટન, રબરમાં 68 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 23889 સોદાઓમાં રૂ.2,187.95 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 9,116 સોદાઓમાં રૂ.717.83 કરોડનાં 9,903 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 12,445 સોદાઓમાં રૂ.1,267.49 કરોડનાં 13,552 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 2,328 સોદાઓમાં રૂ.202.63 કરોડનાં 2,363 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,014 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,118 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 156 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 6,589ના સ્તરે ખૂલી, ઊપરમાં 7,044 અને નીચામાં 6,580ના સ્તરને સ્પર્શી, 464 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 204 પોઈન્ટ વધી 6,808ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,310ના સ્તરે ખૂલી, 488 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 322 પોઈન્ટ વધી 14,674ના સ્તરે અને મેટલડેક્સફેબ્રુઆરી વાયદો 18,885ના સ્તરે ખૂલી, 438 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 258 પોઈન્ટ ઘટી 18719ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 1001814 સોદાઓમાં રૂ.98,029.89 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,160.39 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,663.99 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.88,114.64 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,065.08 કરોડનાં કામકાજ થયાં હતાં.
| ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ | ||||
| એમસીએક્સ કોન્ટ્રેક્ટ | પાકતી તારીખ | બંધ (રૂ.) | વધઘટ (રૂ.) | ફેરફાર (%) |
| નેચરલ ગેસ | 23-02-22 | 333.00 | 33.20 | 11.07 |
| નેચરલ ગેસ | 26-04-22 | 332.00 | 30.30 | 10.04 |
| નેચરલ ગેસ | 28-03-22 | 329.00 | 29.70 | 9.92 |
| એનર્જીડેક્સ | 07-04-22 | 6914.00 | 330.00 | 5.01 |
| સોનું | 03-06-22 | 50613.00 | 1567.00 | 3.19 |
| એનર્જીડેક્સ | 10-03-22 | 6808.00 | 204.00 | 3.09 |
| સોનું-મિની | 05-05-22 | 50478.00 | 1506.00 | 3.08 |
| સોનું | 05-04-22 | 50392.00 | 1437.00 | 2.94 |
| સોનું-મિની | 05-04-22 | 50356.00 | 1419.00 | 2.90 |
| સોનું-મિની | 04-03-22 | 50277.00 | 1410.00 | 2.89 |
| ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ | ||||
| એમસીએક્સ કોન્ટ્રેક્ટ | પાકતી તારીખ | બંધ (રૂ.) | વધઘટ (રૂ.) | ફેરફાર (%) |
| જસત | 28-02-22 | 299.40 | -9.25 | -3.00 |
| જસત | 29-04-22 | 298.00 | -8.95 | -2.92 |
| રબર | 31-03-22 | 16215.00 | -485.00 | -2.90 |
| રબર | 28-02-22 | 16199.00 | -423.00 | -2.54 |
| તાંબુ | 28-02-22 | 766.45 | -18.90 | -2.41 |
| જસત | 31-03-22 | 299.55 | -7.35 | -2.39 |
| તાંબુ | 31-03-22 | 771.10 | -16.40 | -2.08 |
| કોટન | 31-03-22 | 37950.00 | -630.00 | -1.63 |
| કોટન | 28-02-22 | 37550.00 | -610.00 | -1.60 |
| તાંબુ | 29-04-22 | 777.50 | -12.00 | -1.52 |
