સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજ રોજ તારીખ ૨૦/૦૨/૨૦૨૨ને રવિવારના રોજ શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ અને શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતાં દર્દીનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ.પી.ડી. માં ૧૩૦ દદીઁઓને લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન ૨૦ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનુ દિપ પ્રાગટય પ.પૂ. મહંત શ્રી નારાયણદાસ સાહેબ, લાયન્સ કલબ ઓફ અમરેલી સિટીમાંથી લાયન્સ પ્રમુખ રમેશભાઈ કાથરોટિયા, લાયન્સ કલબ એમ એમ પટેલ પૂવઁ પ્રમુખ, દિનેશભાઈ સોરઠીયા વિનુભાઈ અદરોજા તેમજ બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના વિશાલભાઇ વ્યાસ, જિતેનભાઇ હૈલેયા, કિર્તિભાઈ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, પ્રદીપભાઈ બગડા, જગદીશભાઈ જેઠવા વિજયભાઈ દવે, વનરાજભાઈ ખાચર વગેરેએ સેવા આપી હતી…

