છોટાઉદેપુર તાલુકાના વનાર ગામે નલ સે જલ યોજના હેઠળ ૪૬.૮૮ લાખના ખર્ચે ૨૮૨ ઘરોને કનેક્શન આપવામાં આવશે છોટાઉદેપુર તાલુકાના વનાર ગામે નલ સે જલ યોજના હેઠળ ૨૮૨ ઘરોને કનેક્શન મળશે તેનું આજરોજ ખાતમુરત છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલના આદિજાતિ નિગમના ડિરેક્ટર જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું જેમાં ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી જેમાં ઉપસ્થિત છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા તેમજ છોટાઉદેપુર તાલુકા ભાજપ જિલ્લા ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત સદસ્ય ગુમાનભાઈ રાઠવા તેમજ જયેશભાઈ તેમજ રસિકભાઈ તેમજ અન્ય મહાનુભવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામ લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


