Gujarat

જુનાગઢ એસ.ટી વિભાગ દ્વારા વિભાગીય નિયામકશ્રી અને પરિવહન અધિકારી શ્રી દ્વારા મહા શિવરાત્રી ના પર્વ પર એસ.ટી થી ભવનાથ નુ પ૦ એકસ્ટ્રા બસો સહીત જુનાગઢ થી સોમનાથ પોરબંદર જામનગર દ્વારકા અમદાવાદ ભાવનગર અમરેલી ભુજ મોરબી ની એકસ્ટ્રા એસ ટી બસ સેવા ઉપલબ્ધ કરાશે

અહેવાલ સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી પિલવાઈકર સાહેબ ના જણાવ્યા મુજબ મહા શિવરાત્રી ના પર્વ પર પણ હજારો લાખો મુસાફરો ને સલામત મુસાફરી ના હેતુથી જુનાગઢ વિભાગે તારીખ ૨૫ / ૦૨ /૨૦૨૨ થી જુનાગઢ એસ.ટી ડેપો થી ભવનાથ તળેટી સુધી જવાની ૫૦એકસ્ટ્રા બસો દોડવવા તેમજ જુનાગઢ થી મુખ્ય શહેરોમાં ભાવનગર અમરેલી રાજકોટ જામનગર વેરાવળ પોરબંદર અમદાવાદ ભુજ મોરબી સહીત ના શહેરમાં અવરજવર જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી પિલવાઈકર સાહેબ ના સફળ પ્રયાસો સાથે એસ.ટી બસ સેવા ઉપલબ્ધ કરવા માંટે સફળ આયોજન કરવામાં આવશે જેમાં જુનાગઢ થી સોમનાથ ની પણ ૨૨૫ જેટલી મોટી એકસ્ટ્રા બસો સહીત એસ.ટી તંત્ર દ્વારા કુલ ૩૨૫ જેટલી બસો દોડવવા માં આવશે અને મુસાફર જનતા ને સલામત મુસાફરી માટે એસ ટી બસ સેવા નો લાભ લેવા જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી પિલવાઈકર સાહેબ દ્વારા મુસાફરો ને ખાસ અનુરોધ કર્યો હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220221-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *