Gujarat

 કોરોના ને લઈ લાંબા સમય બાદ રાજ્ય સરકારના આર્દેશ મુજબ હવે આજથી શાળાઓ સંપૂર્ણ રીતે ઓફ લાઈન શરૂ કરવામાં આવી છે,ત્યારે વિદ્યાર્થીઓમાં પણ પ્રત્યક્ષ શિક્ષણ ને લઈ ખુશી જોવા મળી રહી છે,

  કોરોના સંકમણ ને   લઈ રાજ્યની તમામ શાળાઓ ઓનલાઇન અને ત્યાર બાદ વૈકલ્પિક  ઓફલાઇન પણ શરૂ કરાઇ પરંતુ હવે જ્યારે કોરોનાનું સંક્રમણ ખુબજ ઘટી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શકે તે માટે  સરકાર દ્વારા આજથી તમામ શાળાઓ ફરજિયાત  સંપૂર્ણ ઓફલાઇન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,ત્યારે છોટાઉદેપુર જિલ્લાની પણ તમામ શાળાઓ પણ એસ ઓ પી ના પાલન સાથે આજથી સંપૂર્ણ ઓફ લાઈન શરૂ કરવામાં આવી છે,છોટાઉદેપુર એ અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર હોવાને લઇ ઓનલાઇન શિક્ષણ મા વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓ પડતી હતી ત્યારે હવે શાળાઓ સંપૂર્ણ ઓફલાઇન કરાતા વિદ્યાર્થીઓમા પણ પોતાના મિત્રો સાથે શાળામાં પ્રત્યક્ષ અભ્યાસ કરવાની મજા આવી રહી છે,અને શિક્ષકોને પણ ઓફ લાઈન અને ઓનલાઇન એમ બંને પ્રકરની કામગીરી માંથી મુક્તિ મળતા શિક્ષકો પણ બાળકોને સારી રીતે પ્રત્યક્ષ શિક્ષણ આપી શકશે અને વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકશે તેવુ શિક્ષકોનું માનવું છે.

Screenshot_20220221-170553_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *