_જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે…_
_જૂનાગઢ જિલ્લાના *પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા આવા એકત્રિત થયેલા *વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ* હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે…._
_જૂનાગઢ જિલ્લાના *પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન ખાતેના 88 વાહનો (14 રીક્ષા તથા 74 મોટર સાયકલ), વિસાવદર પોલીસ સ્ટેશન ખાતેના 82 મોટર સાયકલ તથા ટ્રાફિક શાખા ખાતે કબજે કરવામાં આવેલ 118 વાહનો (34 રીક્ષા, 1 મેજીક, 98 મોટર સાયકલ)બાબતે માલિકો દ્વારા પોતાના વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય તેવા વાહનોના હરરાજીના હુકમો મેળવી, તમામ કાર્યવાહી પૂર્ણ કરી તા. 06.03.2022 ના રોજ હરરાજી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કુલ ત્રણ પોલીસ સ્ટેશનના વાહનોની હરરાજી હોઈ, રસ ધરાવતા વેપારીઓએ ત્રણેય પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ રૂ. 50,000/- ડિપોઝીટ પેટે જમા કરાવવાના રહેશે. જૂનાગઢ જિલ્લામાં જુના પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશના ભાગરૂપે તાજેતરમાં ભવનાથ પોલીસ સ્ટેશન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પડેલા વાહનોની જાહેર હરરાજી યોજવામાં આવેલ હતી… .._
_જેથી, જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા વિસાવદર પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક શાખા ખાતે કબજે કરવામાં આવેલ કુલ 303 વાહનોની અલગ અલગ ત્રણ હરરાજી મા રસ ધરાવતા લોકોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ.વાઢેર (M:-8849547721), વિસાવદર પોલીસ સ્ટેશન પીઆઇ એન.એસ.શાહ (M:-9638167278) અને ટ્રાફિક શાખાના પીએસઆઈ પી.જે.બોદર (M:- 9687444643) ખાતે સંપર્ક કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે…_તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


