Gujarat

મણિપુરમાં ચુંટણી પહેલા બ્લાસ્ટમાં આઈટીબીપીના બે જવાન ઘાયલ

મણીપુર
મણિપુરમાં પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે વધુ સમય બાકી નથી, પરંતુ તે પહેલા હિંસાની ઘટનાઓએ રાજ્યમાં તણાવ વધારી દીધો છે. પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના એન્ડ્રો મતવિસ્તારમાં શુક્રવારે સાંજે ગંભીર હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા અને લગભગ ૬ ઘરો અને ૫ કારને ગંભીર નુકસાન થયું હતું. રાજ્યના સીએમ એન બિરેન સિંહે આ ઘટનાઓ પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે વિપક્ષી ઉમેદવારો તેમની સુરક્ષા માટે આપવામાં આવેલી સુરક્ષાનો દુરુપયોગ કરી રહ્યા છે. ૈંઈડ્ઢ વિસ્ફોટના ગયા અઠવાડિયે બદમાશોએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખાબીસોઇમાં નેશનલ પીપલ્સ પાર્ટી સમર્થકના નિવાસસ્થાનને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ખુરાઈ વિધાનસભા મતવિસ્તારના દ્ગઁઁ કાર્યકર્તા મોહમ્મદ ફખરુદ્દીનના ગેટ પર બદમાશોએ ગ્રેનેડ ફેંક્યો હતો. ત્યારે દ્ગઁઁએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક પ્રતિબંધિત ઉગ્રવાદી જૂથો મણિપુરમાં સત્તારૂઢ ભાજપ માટે ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે. મણિપુર સરકારના સહયોગી દ્ગઁઁએ પણ રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં તેના ઉમેદવારો માટે પૂરતી સુરક્ષાની માગણી કરી હતી.મણિપુરમાં એક ૈંઈડ્ઢ બ્લાસ્ટની ઝપેટમાં આવી જતાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના બે જવાન ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. મણિપુરમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત બે તબક્કામાં ૨૮ ફેબ્રુઆરી અને ૫ માર્ચે મતદાન થવાનું છે. મતગણતરી ૧૦ માર્ચે થશે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના રાજ્યની રાજધાની ઇમ્ફાલથી લગભગ ૪૫ કિલોમીટર દૂર કાકચિંગ જિલ્લાના વાંગુ તેરા વિસ્તારમાં રાત્રે ૮ વાગ્યાની આસપાસ બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે વિસ્ફોટ થયો ત્યારે રાજ્ય પોલીસના કર્મચારીઓ સાથે ૈં્‌મ્ઁની એક ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ જવાનો રાજ્યમાં ચૂંટણી ફરજ માટે તૈનાત ૈં્‌મ્ઁ બટાલિયનનો ભાગ છે. કાકચિંગની સિવિલ હોસ્પિટલમાં દાખલ ઘાયલ જવાનોની હાલત સારી હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ કોન્સ્ટેબલ ગૌરવ રાય અને ગિરિજા શંકર રાજ્ય પોલીસ સાથે પેટ્રોલિંગમાં હતા. આ બંને ચૂંટણી ફરજ પર તૈનાત ૬૧૦ બટાલિયનના સૈનિક છે. બંનેને જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Manipur-IED-Blast-ITBP-Police.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *