પાટણ
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ અનેક લોકો અકસ્માતમાં મોતને પણ ભેટી રહ્યા છે. વાહન ચાલકોની ગફલતભરી ડ્રાઈવીંગના કારણે અથવા અન્ય કારણોસર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે પાટણના વાગદોડ નજીક ડમ્પર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સરસ્વતી તાલુકાના રેચવી ગામના માતા અને પુત્રીના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બાઈક ચાલક પુત્રને ગંભીરઈજા પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. રેતી ભરેલા ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છેપાટણના વાગડોદ નજીક ડમ્પર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત થયો છે. જેમાં ૨ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. આમ એક જ પરિવારના માતા, પુત્રી અને પુત્ર એમ ત્રણેયના મોત થયા છે. બાઈક ચાલક પુત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું.


