Gujarat

આંકલાવમાં કારને પંકચર પડતા તેનો ફાયદો ઉઠાવી ૨ ઈસ્મો ૭૦ લાખના દાગીના લઈ ફરાર

આંકલવા
આંકલાવના મેઈન બજારમાં જિનેશ્વર જવેલર્સ નામે રાકેશભાઈ શાહ (રહે. નિઝામપુરા, વડોદરા) સોના-ચાંદીની દુકાન ધરાવે છે. રાબેતા મુજબ તેઓ દુકાન બંધ કર્યા બાદ પોતાની દુકાનનો માલ-સામાન લઈને ઘરે જતા હોય છે. તેઓ દુકાન બંધ કરીને ૧ કિલો સોનું અને ૨૫થી ૩૦ કિલો ચાંદી મળી અંદાજે રૂપિયા ૭૦ લાખની મતા ભરેલી બેગ લઈને ઘર તરફ જતા હતા. દરમિયાન, તેમની દુકાન નજીક સ્વામિનારાયણ મંદિર પાસે તેમની કારના પાછળના ભાગે ટાયરને પંચર પડ્યું હતું. તેઓ કારનું ટાયર બદલતા હતા. પરંતુ તેમને તે ન ફાવતાં તેઓ કારને લોક મારીને નાયર બોલાવવા ગયા હતા. દરમિયાન એ સમયે અચાનક બે શખસો બાઈક પર આવ્યા હતા અને તેમણે કારનો આગળનો કાચ તોડી, ડ્રાઈવર સાઈડની બાજુમાં મૂકેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. બીજી તરફ નાયરને બોલાવીને પરત આવેલા રાકેશભાઈએ કારનો કાચ તૂટેલો જાેતાં જ ચોંકી ઉઠ્‌યા હતા. આ બનાવની જાણ વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાતાં લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. બીજી તરફ પોલીસ દ્વારા પણ સ્થળ પર તપાસ કરવામાં આવી હતી અને નાકાબંધી કરી લૂંટારૂઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હોતો. સમગ્ર ઘટનાને અંજામ આપતી વેળાએ શખસોએ તેમનું બાઈક જ્યાં પાર્ક કર્યું હતું તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં ખાસ તો બે પૈકીના એક યુવકે પહેલાં જ તો સફેદ રંગની બંડી પહેરી હતી. જે ઉતારી હતી અને એ પછી બ્લુ રંગનું શર્ટ પહેરી લીધું હતું. અચાનક કારમાં પંચર હોય તેવું લાગતા જ મેં કાર થોભાવી હતી. અને ચેક કરતા કારની પાછળની ડાબી સાઈડે પંચર પડ્યું હતું. જેને પગલે મેં કારને ત્યાં જ લોક મારી હું નાયરને બોલાવવા ગયો અને પાંચ જ મિનિટમાં આવ્યો ત્યાં તો મારી કારની આગળનો કાચ તૂટેલો હતો અને દાગીના ભરેલી બેગ ચોરાઈ ગઈ હતી. બંને શખસો જ્યારે ઘટનાને અંજામ આપતા હતા ત્યારે તેમણે પોતાના બાઈકની રેસ અચાનક વધારી દીધી હતી. એ પછી તેમણે કારનો કાચ તોડી નાંખ્યો હતો અને બેગ લઈ ફરાર થઈ ગયા હતા.આંકલાવ તાલુકાના મેઈન બજારમાં જવેલર્સની કારને પંચર પડતાં તેઓ નાયરને બોલાવવા ગયા હતા. દરમિયાન પાંચ મિનિટની અંદર બાઈક પર આવેલા બે અજાણ્યા શખસો કારનો કાચ તોડી તેમાંથી રૂપિયા ૭૦ લાખના સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ ઉઠાવી પલાયન થઈ ગયા હતા.

Two-persons-broke-glass-and-looted-jewelery-worth-Rs-70-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *