ગિરગઢડા તા 23
ભરત ગંગદેવ
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા અને ગીર સોમનાથ જીલ્લા ભાજપ એસ એમ કો ઇન્ચાર્જ એડવોકેટ ધર્મેશકુમાર એલ. રાખોલીયા દ્વારા ગુજરાત સરકાર ના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ ને રૂબરૂ મુલાકાત કરી અને ગીર ગઢડા તાલુકા નો ખુબ અગત્યનો પ્રશ્ન ગામ નમૂના નં ૨ ના હક્ક દાખલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. અને માનનીય મંત્રી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ખુબ જડપી પ્રશ્ન નો ઉકેલ લાવશે અને કાર્યવાહી શરૂ કરી આપવામાં આવશે.
ગુજરાત સરકાર ના પર્યટન વિભાગ ના માનનીય મંત્રી અરવિંદભાઈ રૈયાની સાથે પણ રૂબરૂ મુલાકાત કરી અને દ્રોણેસ્વર તીર્થક્ષેત્ર ને ટુરિઝમ સ્થળ તરીકે વિકસાવવા અને પુલ નું કાર્ય ખુબ ઝડપી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી……


