Gujarat

સદગુરુ શ્રી 1008 હરિચરણદાસજી મહારાજ ના શતાબ્દી મહોત્સવ ની ઉજવણી નિમિતે કાલે રવિવારે ધાર્મિક ઉજવણી નો ત્રિવેણી સંગમ થયેલ

ગિરગઢડા તા 23
 ભરત ગંગદેવ…
સદગુરુ શ્રી 1008 હરિચરણદાસજી મહારાજ ના શતાબ્દી મહોત્સવ ની ઉજવણી નિમિતે કાલે રવિવારે ધાર્મિક ઉજવણી નો ત્રિવેણી સંગમ થયેલ અે સ્વરૂપે જલારામ બાપા ના વેવાઈ પૂજ્ય જસુમાં ના ભગત પરિવાર ના ડૉ યોગેશ વસાણી અમરનગર વાળા અે સદગુરુ હરિચરણ દાસજી મહારાજશ્રી ના જન્મ જયંતી નિમિતે આજીવન 100 વર્ષ ની દ્વારિકાધીશજી મંદિર પર ધ્વજાજી નોધાવી પ્રતિ , વર્ષ ગુરુદેવ ના  જન્મ જયંતિ ની ઉજવણી નિમિતે ધ્વજા આરોહરણ કરે છે આ વર્ષે ગુરુદેવ શ્રી હરીચરણ દાસજી મહારાજ શ્રી ના 100 વર્ષ ની ઉજવણી નિમિતે ગુરુદેવ શ્રી ના હસ્તે પૂજન નુ આયોજન કરેલ ત્યારે શ્રી દ્વારિકા થી ગોંડલ ધ્વજાજી પધારેલ, તબિયત અને ઉમર ને કારણે ધ્વજજી નુ પૂજન ગોંડલ આશ્રમ મુકામે આયોજન કરેલ ત્યારે  ત્રિવેણી સંગમ થયેલ આ કાર્યક્રમ મા ઘ્વજાજી નુ પૂજન પૂજ્ય સદગુરુ શ્રી હરિચરણદાસજી મહારાજ, જલારામ મંદિર વીરપુર ના ગાદીપતિ પૂજ્ય જલારામ બાપા ના વંશજ પૂજ્ય રઘુરામજી ભગતશ્રી અે સહ પરિવાર અને જલારામ બાપા ના વેવાઈ પૂજ્ય જસુમાં ના વંશજ ડૉ યોગેશ વસાણી અને એના સહ પરિવારે એમ પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય જલારામ બાપા ના પરિવારે અને પૂજ્ય જસુમા ના પરિવારે એક સાથે પૂજન કરી ત્રિવેણી સંગમ સર્જાયેલ,  આ પૂજન મા ખુબ મર્યાદિત સભ્યો ને ગુરુદેવ ની તબિયત ને કારણે આમંત્રિત કરેલ આ શુભ પ્રસંગે પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય જલારામ બાપા વીરપુર નો ભગત પરિવાર, પૂજ્ય જસુમાં નો ભગત પરિવાર, પૂજ્ય જયરામદાસજી મહારાજ, માજી કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરીયા સાહેબ, અકિલા પરિવાર તરફ થી પૂજ્ય કિરીટ કાકા ના પ્રતિનિધી રૂપે વિજયભાઈ વસાણી, નીતિનભાઈ માનસતા, કિશોરભાઈ ઉન્નડકટ, નીતિનભાઈ રાયચુરા, પ્રફુલભાઈ ખનધેડીયા, સુનિલભાઈ ઉનાડકટ, દિલીપભાઈ અઢિયા, ફેનીલભાઈ કાનાબાર, ભગત પેંડા વાળા જયંતભાઇ નો પરિવાર, દ્વારિકા થી ડૉ ધર્મેન્દ્ર મજીઠીયા સાહેબ નો પરિવાર, મહેન્દ્રભાઈ ખીમાણી ના પરિવાર, લલિતભાઈ વસાણી,  ચંદુભાઈ વસાણી, ચમનભાઈ કોટેચા, દિલીપ ભાઈ કોટેચા, પ્રતિકભાઈ કોટેચા,  ડૉ સંજય જીવરાજણી, વગેરે ના પરિવારે પૂજન મા લાભ લીધેલ અને કાર્યક્રમ ને ગુરુદેવ ની આજ્ઞા પ્રમાણે સફળ કરવા જહેમત ઉઠાવેલ, તેમજ ડૉ યોગેશભાઈ વસાણી ના માતુશ્રી રમાબેન વસાણી, ધર્મપત્ની તૃપ્તિબેન, દીકરા કલ્પેશભાઈ, ધાર્મિક, પુત્રવધુ ભાવિશા, દીકરી હરેશ્રી અે પૂજન નો લાભ લીધેલ, વીરપુર પરિવાર ના દીકરી કીર્તિબેન અે ખાસ ડૉ યોગેશ ભાઈ ને પ્રાસંગિક શુભ કામનાઓ પાઠવી આશીર્વાદ આપેલ, તેમજ ડૉ વલ્લભભાઈ કથીરીયા સાહેબ અને વિજયભાઈ વસાણી અે આવા શુભ કાર્ય બદલ ડૉ યોગેશ ભાઈ વસાણી નુ સન્માન કરેલ,
આ શુભ કાર્ય મા ધ્વજાજિ નુ પૂજન દ્વારિકા ના ગોર અરવિંદભાઈ વાયદા અને એમના પૂજારી ગ્રૂપે ભાવ પૂર્વક કરેલ,
કોટડા પીઠા મા પૂજ્ય જસુમાં નુ સદાવ્રત ચાલતું , પૂજ્ય જસુમાં ને બે દીકરાઓ હતા મોટા આંબા ભગત વસાણી અને નાના ભક્તિરામ ભગત વસાણી, નાના દીકરા ભક્તિરામ ભગત સાથે જલારામ બાપા ના દીકરી જમનાબેન ના લગ્ન કરેલ જલારામ બાપા ને સંતાન મા એક દીકરી જમનાબેન જ હતા, ભકતિરામજી અને જમનાબેન ના દીકરા એટલે ભાણેજ કાળારામજી ભગત પર પૂજ્ય જલારામ બાપા ને ખુબ વ્હાલા હતા અને કાળારામ ખુબ ભક્તિપ્રયાણ હતા અે વીરપુર નાના જલારામબાપા અને નાની વીરબાઈ માં સાથે રહેતા એમના દીકરા હરિરામ ભગત ને જલારામ બાપા અે દતક લીધેલ ત્યારથી હરીરામજી વસાણી માંથી ચાંદ્રાણી થયા,  જલારામ બાપા ની અટક ચાંદ્રાણી હતી, હરિરામજી ના દીકરા  ગિરધરરામજી ભગત, ગિરધરબાપા ના દીકરા જયસુખરામજી ભગત, અને જયસુખ બાપા ના દીકરા એટલે હાલ ના ગાદીપતિ રઘુરામજી ભગત, અને જસુમાં ના મોટા દીકરા આંબાભગત વસાણી ના દીકરા ચત્રભુજ ભગત એમના દીકરા ગોરધન ભગત એમના દીકરા કુરજી ભગત એમના દીકરા ડૉ પ્રભુદાસભાઈ વસાણી અને એમના દીકરા એટલે આજ યજમાન અને મનોરથી ડૉ યોગેશ વસાણી અને એમના દીકરા ડોકટરી મા અભ્યાસ કરતા ધાર્મિક વસાણી,
આ શુભ કાર્ય પછી સદગુરુદેવશ્રી અે કહ્યું આપકા મનોરથ પૂર્ણ રહા, ઐશા શુભ કાર્ય કરતા રહો ઔર માતા પિતા કા નામ રોશન કરો ઓર આપકા કાર્યા પૂર્ણ હુઆ ઓર ભગત પરિવાર રઘુરામજી પધારે ઇસલિએ આનંદ હુઆ બાદ મા સદગુરૂદેવ શ્રી, રઘુબાપા, જયરામદાસજી મહારાજ, કીર્તિબેન, માતુશ્રી રમાબેન, ડૉ કથીરીયા સાહેબે મનોરથી ડૉ યોગેશ વસાણી ને આશીર્વાદ આપી આવા શુભ કાર્ય બદલ રાજીપો વ્યક્ત કરેલ.
આ ભગત પરિવાર દ્વારિકાધિસ ના ઉપાસક જસુમાં ના સમય થી છે, જસુમાં 21 વર્ષ ના હતા ત્યારથી એમને કોટડા પીઠા સદાવ્રત ચાલુ કરેલ અે સમયે જલારામ બાપા ચાર વર્ષ ના હતા જસુમા જલારામ બાપા થી સતર વર્ષ મોટા હતા, સદાવ્રત ચાલુ કર્યું અે વર્ષ એમને રોજ દ્વારિકધીસ સ્વપ્ને આવી દ્વારિકા બોલાવે એટલે એમણે પગપાળા કોટડા થી દ્વારિકા નો મોટો સંઘ કાઢ્યો આ સંઘ પેલા જોડિયા ભગત ધરમ લાલ આહ્યા ના મેમાન થાય જોડિયા મા પણ અે સમયે ધરમ લાલ નો સદાવ્રત ચાલતું જોડિયા થી સંઘ મા ધરમ લાલ અને એનો પરિવાર, અને જીંજુડા થી જસૂમા ના ઉપદેશ ગુરુ વાલબાઈ માં અને કાન સ્વામી જોડાયા ત્યાંથી નવાનગર સ્ટેટ હાલ જામનગર સ્ટેટ ના એક રાત્રિ ના મેમાન થાય ત્યાંથી દ્વારિકા સંઘ પોહંચ્યો તો રાતે ધર્મશાળા મા સૂતેલ તો જસુમા ને સ્વપ્નું આવ્યું એમાં દ્વારિકાધિશ ના દર્શન થાય અે એમને સ્વપ્ને કહ્યું મારી મૂર્તિ છપ્પન સીડી સામે પંચકુઈ મા ભીમ ના કૂવા આગળ મારું સ્વરૂપ દટાયેલા છે તો ઉધાર કરો માં અે સવારે સંઘ મા જાણ કરી બધા ગોમતીજી ની પૂજા કરી સામે બેટ પર પંચ કુઈ જઈ ભીમ કુઈ ની આગળ છ સાત ફૂટ ખોદકામ કરતા ખુબજ પુરાણીક ભગવાન વિષ્ણુજી ની મૂર્તિ નીકળી તુરતજ દ્વારિકાધીશ જી નો જયકારો થયો મૂર્તિ વાજતે ગાજતે સામે કાઠે છપ્પન સીડી સુધી લઈ ગયા ત્યારે જસુમા ઈચ્છા વ્યક્ત કરી કે આ ઠાકોરજી ની મૂર્તિ મારે કોટડા સાથે લઈ મારા ઠાકર મંદિર મા પધરાવવા છે ત્યારે ધરમ લાલજી કહે ના આ મૂર્તિ દ્વારકાધીશ મંદિર મા પધરાવવાય જસૂમાં કહે ના મારે સાથે લઈ જવા છે ત્યારે જસૂમાં ના ગુરુ વાલ બાઈ માં ને જસુમાં પર વિશ્વાસ બતાવી કયું કે તમે કોઈ પ્રમાણ આપો એટલે બધા માની જાય માં કહે બોલો શું પ્રમાણ આપુ તો ગુરુ કહે એવું પ્રમાણ આપો કે સૌ દ્વારકાધિસજી અને મારા શિષ્ય નો જય કારો થાય પછી આગળ ચાલ્યા ત્યારે સીડી પર મરેલ બિલાડી સીડી પર પડેલ હતી, જસુમા ગોમતોજી માંથી જલ લઈ ને આવ્યા અને એને દ્વારિકાધશજી ને  સંબોધી ને કહ્યું હે મારા ઠાકર હુ કઈ જાણતી નથી  છતાં તમારા પર વિશ્વાસ છે હુ તમારા નામ થી અંજલિ આ જીવ પર છાટુ છું તમે એને સજીવન કરો હુ કઈ જાણતી નથી જસૂમાં અે જેવી અંજલિ છાટી એવી બિલાડી સજીવન થઈ સીડી પર દોડી ગઈ  એને છેલ્લા પગથિયે થી અદૃશ્ય થઈ ગઈ તુરતજ જસુમા અને દ્વારિકાધીશજી નો જયકરો થયો અે બસો વર્ષ પેલા જસુમા ને સૌરાષ્ટ્ર ની મીરા કહી સહુ સંબોધન કરતા એમના ઘરે જલારામ બાપા અનેક વખત,  સ્વામીનારાયણ ભગવાન અને યોગી યોગેન્દ્ર અવધૂત પધારેલ આમ આ જસૂમાં પરિવાર ના અને જલારામ બાપા સંયુક્ત પરિવાર ને કારણે પૂજ્ય રઘુરામજી ભગત અને મનોરાથી ડૉ યોગેશ વસાણી ભગત પરિવાર કહેવાય છે..

IMG-20220222-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *