શહેરના લોકોના હીતને ધ્યાન રાખીને રેલ્વે ક્રોસિંગ મોટું કરવાથી સમસ્યા હલ કરી શકાય છે !!
નેશનલ હાઇવે બાયપાસ બનાવેલ છે તેનાં કારણે ટ્રાફિક સમસ્યા હલ થઇ જાય છે. તૈયાર રૂ. ૩૨ કરોડ ખર્ચીને અંદર બિજ બનાવી કાયમી સમસ્યા ઉભી થશે…ધારાસભ્ય વંશ
નકશા એસ્ટીમેન્ટ તેમજ અંદાજ બનાવનારા સામે તપાસ કરવા તેમજ શહેરની હયાત ભોગોલીક સ્થિતિ તપાસ કરવા ગુજરાત સરકાર નાં સચિવ, કલેકટર, રેલ્વ અધિકારી ને રજુઆત કરાય !
ઊના – ઊના શહેરમાં આવેલ હયાત રેલ્વે સ્ટેશન ફાટકને મોટું કરવાને બદલે શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદર બિજ બનાવવાં દરખાસ્ત કરેલ હોવાથી આ કામગીરી માટે રૂ. ૩૨ કરોડની રકમ ફાળવણી કરાયેલ હોય અને આ કામગીરીની બ્લ્યુ પ્રિન્ટ લોકો ને ધ્યાને આવતાં રેલ્વે સ્ટેશન ની આજુબાજુ વેપારીઓ નાનાં મોટાં ધંધાર્થી અને રહીશો દ્વારા જબરદસ્ત વિરોધ ઉઠી રહ્યો છે અને આ બાબતે રજુઆત કરવામાં આવી છે અને આ રજૂઆત ઊના તાલુકાના પ્રજા જન પ્રતિનિધિ ધારાસભ્ય પુંજાભાઈ વંશ ને પણ લેખીત કરાતાં આ બાબતે પ્રજા ની રજુઆત સાચી હોવાથી તેનું સમર્થન આપી ને આ અંદર બિજ નાં કારણે થનારા નુક્શાન અને પ્રજાના નાણાં વ્યર્થ જશે પારાવાહિક મૂશ્કેલીઓ કાયમી ઉભી થશેે તે અંગે રાજ્ય સરકાર ને રજુઆત કરીને આ અંદર બિજ નાં સમગ્ર નક્શા અંદાજ પત્ર અને એસટીમેનટ કોણે બનાવ્યા ? આ બિજ નાં બનવાથી કેટલી વેપારી ની મિલકતો તેમજ સંસ્થા ઓની મિલકતો સરકારીતંત્ર અને ધાર્મિક સ્થળોની મિલકતો કપાત થશે તેનું સંપાદન અંગે સહમતિ કે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે કે કેમ ? વળતર અંગે એવોર્ડ ની રકમ માટે સહમતિ દર્શાવી છે કે કેમ? આ રેલ્વે ક્રોસિંગ અંડર બ્રિજ બનાવવા સામે રહેણાંકી વિસ્તારોમાં ભારે વરસાદ નાં પાણી નિકાલ કરવા બાબત કેવું આયોજનો કરવામાં આવશે. તેનાંથી શું ફાયદા લોકોને થશે તેવાં અને પશ્રનૉ ની રજુઆત કરવામાં આવશે તેવું પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું
ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ જણાવેલ કે મારી પાસે આવેલ ૫૦૦ લોકોની સહિ સાથેની બે રજુઆત આવતાં આ અંગે રેલ્વે ડિવિઝન અધિકારીઓને પુછતાં રેલવે વિભાગના વડા એ ઊનાનાં હયાત રેલ્વે ક્રોસિંગ અંડર ગ્રાઉન્ડ બ્રિજનું કામ રેલ્વે વિભાગ દ્વારા કરવામાં આવતું નહિં હોવાનું જણાવતા તેની જાણકારી મેળતા આ કામ ગુજરાત સરકાર દ્વારા રેલ્વે ક્રોસિંગ મોટાં કરવાં સ્વર્ણીમ જયંતી યોજના અંતર્ગત કરવા અંગેની અંડર બ્રિજ બનાવવા માટેની દરખાસ્તનો ઠરાવ ઊના નગરપાલિકા કારોબારી સમિતી દ્વારા કરી મોકલવામાં આવેલ છે. તેવું ધારાસભ્ય પુંજાભાઈ વંશને ચીફ ઓફિસર દ્વારા જણાવાયું હતું. અને તેમાં ભવિષ્યમાં ભારે વરસાદનાં પાણી નિકાલ કરવા માટે પંપીંગ કરવમાં આવશે તેવું પણ જણાવેલ છે.
આ રેલ્વે ક્રોસિંગ અંડર બ્રિજ બનાવવા માટેની ડીઝાઈન બહાર આવતાં તેમાં જણાવ્યા પ્રમાણે કામગીરી કરવામાં આવે તો આ વિસ્તારમાં ભવિષ્યમાં લોકોને મોટું નૂકશાન વેઠવુ પડે તેનાં કારણે ભારે વિરોધ થયો છે અને જન પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ આ બાબતે દરેક વિભાગના અધિકારી અને રાજ્ય સરકારને રજુઆત કરી આટલી મોટી રકમનાં અંડર બ્રિજ બનાવવાથી પ્રજાનાં નાણાંનો દુર ઉપયોગ કરી લોકોની સમસ્યા હલ કરવાનાં બદલે કાયમી મુશ્કેલી ઉભી થશે.
ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ જણાવેલ કે હાલમાં વેરાવળ- ભાવનગર નેશનલ ફોરટેક યોજના અંતર્ગત કામગીરી ચાલી રહી છે. અને ઊનાનો બાયપાસ રોડ બની ગયેલ છે તે બાયપાસને વહેલી તકે શરૂ કરવા માટે પણ રજુઆત કરવામાં આવી છે. અને બાયપાસ રોડ શરૂ થતાંની સાથે કાયમી મોટા વાહનોની ટ્રાફિક સમસ્યા હલ થઇ જાય છે. અને ત્યાર બાદ શહેરી વિસ્તારમાનાં વિકાસ થતાં વિસ્તાર ની પ્રજા ની અવર જવર માટે હયાત રેલ્વે ક્રોસિંગ ને આ વિસ્તાર નાં વેપારીઓ દ્વારા કરાયેલ માંગણી મુજબ ૩ મીટર બંને સાઈડ મોટું પહોળા કરવાં થીં કાયમી સમસ્યા હલ થઇ જાય છે અને સરકાર નાં કરોડો રૂપિયા બચી જાય છે અને કોઈ સમસ્યા પણ ઊભી થશે નહી. ત્યારે આ અંડર બ્રિજ બનાવવાની શું જરૂરીયાત ઉભી થઈ ગઈ છે અને તેનાં થીં આ વિસ્તાર નાં લોકો શહેરી જનોને ને શું ફાયદો થશે ? તે બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ તેવું પણ જણાવેલ હતું
હાલમાં વેરાવળ ભાવનગર નેશનલ હાઇવે બની ગયો છે અને રેલ્વ ફાટક ને અંડર બ્રિજ બનાવવા માં આવે તો આ વિસ્તારનાં પાણીનાં નિકાલ પણ કાયમી બંધ થઈ જાય અને ઐતિહાસિક તળાવ નાં અંદર જતાં ખેતરાઉ પાણી ખારાં તેમજ ભીમપરા અને સોસાયટીના વિસ્તારોમાં ચોમાસાં દરમ્યાન ભરાશે અને લોકોને પારાવાહિક મૂશ્કેલીઓ નુકશાની વેઠવી પડશે તેમજ અંદર બિજ બનાવવાં નાં કારણે હોસ્પિટલએ આવતાં દર્દી અંધ અપંગ શાળા તેમજ આસપાસના વિસ્તારોમાં આવતી શિક્ષણની સંસ્થા ઑ અને સેંકડો નાનાં મોટાં શહેરોમાં વસતાં સોસાયટીમાં વસતાં લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડશે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક આ કામગીરી અટકાવીને અંડર બ્રિજ બનાવવા ની જગ્યા એ રેલ્વે ક્રોસિંગ મોટું કરવાં માંગણી સાથે રજૂઆત કરવામાં આવશે અને આ પશ્રને પ્રજા ની રજુઆત ને સમર્થન આપીને સમસ્યા હલ કરવા લડત માટે આગળ આવશે તેવું પત્રકાર પરિષદ માં જણાવેલ હતું..
આ ઉપરાંત આ વિસ્તાર ને જોડતી વિજ પુરવઠા વિભાગની ઈલેવન કેવી લાઈનો પસાર થતી હોય અને અંડર બ્રિજ બનાવવાથી આ લાઇનો ક્યાં થીં પસાર કરવાં માં આવશે તેની પણ માહિતી આપવા તંત્ર દ્વારા ગંભીરતા લેવાયેલ નથી સોસાયટીના રહેણાંકી વિસ્તારો માંથી ઈલેવન કેવી કેવી રીતે ઊભી કરાશે તો ગંભીર અકસ્માતનો ભય લોકો માટે ઊભો થશે.
.
