Gujarat

અમરેલી જિલ્લા માં રેતી માટે બ્લોક સિસ્ટમ અથવા રોયલ્ટી પાસ થી મળવા બાબત

લીયા મોટા ખાતે રેતી મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદાર ને આવેદન અપાયું
અમરેલી જિલ્લા માં રેતી માટે બ્લોક સિસ્ટમ અથવા રોયલ્ટી પાસ થી મળવા બાબત લીલીયા તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન આપવા માં આવ્યું છેલ્લા ઘણા વર્ષો થી રેતી માટે ની મોટી સમસ્યા સર્જાયેલ હોય જેમાં ભુ માફિયા દ્વારા જે તે વિસ્તાર ની નદીના પટો માંથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહી છે અને બારો બાર આવા લે ભાગુ તત્વો દ્વારા રેતી ના ઉંચા ભાવો સામાન્ય લોકો પાસે થી લઈ ને આપી રહ્યા છે જેના કારણે આવી રેતી ચોરી થતા સરકાર શ્રી ને કોઈ આવક ઉતપન્ન થતી નથી અને સામાન્ય લોકો મોટી રકમ ચૂકવી પરેશાન થઈ રહ્યા છે થોડા સમય પહેલાના વાવાજોડા દરમ્યાન અમરેલી જિલ્લા માં ખુબજ મોટા પ્રમાણ માં નુકશાન થયેલ છે જેમાં આમ સામાન્ય લોકો ના મકાનો ધરાશાયી થયેલા છે જેમના મકાનો બનાવવા માટે રેતી ના ભાવ આસમાને પહોંચ્યા છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગી લોકો મકાનો બનાવી શકે તેવી હાલ સ્થિતિ રહી નથી ત્યારે ભુ માફિયા ઑ દ્વારા એક   ટ્રેકટર દીઠ ૮૦૦૦ રૂપિયા લઈ રહી છે જે પણ સરકાર શ્રી ને રોયલ્ટી ભર્યા વગર સીધે સીધો આમ જનતા ને વહેંચી રહી છે જેના કારણે સરકાર શ્રી ની તિજોરી માં કોઈ આવક થતી નથી અને ઉલટાનું આમ જનતા આવા લે ભાગુ તત્વો મોટી રકમ પડાવીને આમ જનતા પીસાઈ રહી છે ત્યારે લીલીયા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બાબત ને વખોડી રહી છે અને માંગણી કરી રહી છે પ્રજા ના હિત માટે સરકાર શ્રી દ્વારા રોયલ્ટી પાસ આપી અથવા તો જે તે વિસ્તાર માં રેતી માટે ના બ્લોક પાડવા માં આવે તો સરકાર શ્રી તેમજ આમ જનતા ને તેમાં ફાયદો થાય તેમ છે આ મુદ્દે લીલીયા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા ના અધ્યક્ષ સ્થાને મામલતદાર ને આવેદન  અપાયું આ તકે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત બહાદુર ભાઈ બેરા વિજય કોગથિયા કાન ભાઈ નીતિન દાદા ત્રિવેદી વિજય શેખલીયા  જીવન ભાઈ વોરા ભુપતભાઇ પટોળીયા સંજય બગડા જગાભાઈ ડેર  શબિર દલ કાન્તીભાઈ ડુંગરીયા નીતિન ડુંગરિયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220223-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *