જામનગર તા. ૨૩ ફેબ્રુઆરી, ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ- ૨૦૨૨ અન્વયે અંડર-૧૧,૧૪,૧૭ ઓપન વયજૂથ (૧૭-૪૫) વર્ષ એમ જુદા જુદા વયજૂથની એથ્લેટિકસ, કબડ્ડી, ખો-ખો, ચેસ, વોલીબોલ, યોગાસન, આર્ચરી, સ્વિમિંગ, જુડો, કુસ્તી, બાસ્કેટબોલ, ટેકવેન્ડો, બેડમિન્ટન, હોકી, ફૂટબોલ, કરાટે, ટેબલ ટેનિસ, હેન્ડબોલ, ફેન્સીંગ, બોક્સિંગ, શૂટિંગ, જિમ્નાસ્ટિક, આર્ટિસ્ટિક સ્કેટિંગ જેવી રમતોની સ્પર્ધાઓ યોજવામાં આવશે. જેમાં અંડર-૧૧,૧૪,૧૭ વયજૂથનાં શાળા/ કોલેજમાં ભણતા ખેલાડીઓએ ફરજિયાત શાળાએથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ ઓપન વય જુથના(૧૭-૪૫ વર્ષના) ખેલાડીઓ ખેલ મહાકુંભની વેબસાઇટ www.khelmahakumbh.gujarat.gov.in પરથી રજીસ્ટ્રેશન કરી શકશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં. ૪૨, પ્રથમ માળ, રાજ પાર્ક પાસે, જામનગર ખાતે સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.
