Gujarat

સેલવાસમાં પોલીસે વાહનચાલકને ઢોરમાર મારતા ચકચાર

વલસાડ
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના પીપરીયા સર્કલ પેરામાઉન્ટ હોટલ પાસે પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનો દ્વારા એક વાહન ચાલકને ર્નિદયતાથી માર મારવામાં આવ્યો હતો. સેલવાસ પોલીસ દ્વારા જાહેરમાં માર મારવાની ઘટના બની હતી. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જે વીડિયો વાઈરલ થયો છે તેમાં જે પીસીઆર વાન દેખાઈ રહી છે તે સેલવાસ પોલીસની જ છે. જાે કે, કયા કારણોસર આ ઘટના બની તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. પીસીઆર વાનમાં ફરજ બજાવતા કર્મચારીઓના નિવેદન અને ખાનગી સીસીટીવી ફૂટેજ તેમજ ભોગ બનનાર વ્યક્તિને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના પીપરીયા સર્કલ પાસે પોલીસ જવાનો જાહેરમાં એક વ્યક્તિને માર મારી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસની કામગીરીને લઈ સવાલ ઉઠ્‌યા છે. વીડિયો વાઈરલ થયા બાદ સેલવાસ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરાતા તેની જ પીસીઆર વાન હોવાનું સ્પષ્ટ થયું છે. પીએસઆઈ દ્વારા પોલીસકર્મીઓની નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. સાથે ભોગ બનનારની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Police-beat-up-the-driver.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *