Gujarat

   થરા-કાંકરેજના જાણીતા સેવાભાવી કાર્યકર નિરંજનભાઈ અચરતલાલ ઠકકરનું કરવામાં આવેલ સન્માન..

  ગિરગઢડા
   ભરત ગંગદેવ…
 થરા-કાંકરેજના જાણીતા સેવાભાવી કાર્યકર, ભાભર શહેર ભાજપના પ્રભારી,થરા જલારામ મંદિરના મંત્રી તેમજ અનેક સેવાકીય પ્રવૃતિઓના નિષ્ઠાવાન સહયોગી એવા નિરંજનભાઈ અચરતલાલ ઠકકરનો તારીખ 21-2-2022 સોમવારે જન્મદિવસ હોઈ તેમના નિવાસસ્થાને પૂજ્ય જલારામબાપાનાં ભજન રાખવામાં આવ્યાં હતાં. આ અવસરે અંદાજે 700 આસપાસ જલારામ ભકતો તેમજ વિવિધ આગેવાનોએ આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી નિજાનંદ કર્યો હતો.ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહજી વાઘેલા,બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ પટેલ,થરા ઓગડ વિધામંદિરના પ્રમુખ ધીરજભાઈ શાહ,પૂર્વ તાલુકા પ્રમુખ તેજાભાઈ દેસાઈ, તાણા સરપંચ દશરથભાઈ આઈ.ઠકકર, તાલુકા ભાજપ મહામંત્રી અમીભાઈ દેસાઈ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી અચરતલાલ ઠકકર, લોક સાહિત્યકાર પ્રહલાદભાઈ ઉણવાળા,જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય ભગવાનભાઈ બંધુ,અગ્રણીઓ વિજયભાઈ ટેસ્ટીવાળા, અરવિંદભાઈ લાટીવાળા,બાબાલાલ ઠકકર, કનુભાઈ બી.આચાર્ય, ચીમનભાઈ તન્ના,ઈશ્ર્વરભાઈ ભગત,રાજુભાઈ લાટીવાળા,દીપકભાઈ અખાણી,ૠતુલભાઈ ઠકકર સહિત અનેક અગ્રણીઓએ ખાસ હાજર રહી નિરંજનભાઈને સાફો પહેરાવી,સાલ તેમજ ફૂલહારથી સંગીતના સુમધુર નાદથી ભવ્યાતિભવ્ય સન્માન કરી અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી. જન્મદિવસ, નવીન દુકાન પ્રવેશોત્સવ તેમજ ભત્રીજા રાઘવના સગપણ નિમિતે આ પ્રકારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન રખાતાં સૌએ અનહદ રાજીપો વ્યક્ત કર્યો હતો.તમામ ભજનીક ભાઈઓ અને બહેનોએ પણ ખૂબ જ ભાવ,લાગણી અને ઉત્સાહથી ભજનો ગાઈ પૂજ્ય જલારામ બાપાનું દિવ્ય સ્મરણ કર્યું હતું.નિરંજનભાઈ ઠકકરે પણ જન્મદિવસ નિમિતે વિવિધ ગૌશાળાઓમાં યોગદાન આપ્યું હતું.
Attachments area

IMG-20220223-WA0389.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *