Gujarat

ગીરગઢડાના ધોકડવામાં મહીલા પર ચાર શખ્સોનો લોખંડના પાઇપ વડે હુમલો…

 

ઊના – ગીરગઢડાના ધોડકવા ગામે રહેતી મહીલાએ અમારા વાડા પાસે શુ કામ આવેલા છો તેમ કહેતા ઉશ્કેરાય ગયેલા ચારેય શખ્સોએ લોખંડનો પાઇપ તેમજ ઢીકા પાટુથી મુઢ મારમારી ગંભીર ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે મહીલાએ પોલીસમાં ચાર વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજુ શામજી ચુડાસમા, જયસુખ બાલુ ચુડાસમા, સરીતાબેન, તેમજ મુક્તાબેન શામજીને વર્ષાબેન અશોકભાઇ ચુડાસમા દેવીપુજકના વાડા પાસે આવેલા શખ્સોને કહેલ કે અહી અમારા વાડા પાસે શુ કામ આવેલા તેમ કહેતા ઉશ્કેરાય ગયેલા ચારેય મહીલા સહીત ચારેય શખ્સોએ લોખંડના પાઇપ વડે માથાના ભાગે એક ઘા મારી દીધેલ તેમજ ગાળો કાઢી ઢીકાપાટુનો મુંઢ મારમારી ગંભીર ઇજા કરતા ઇજાગ્રસ્ત મહીલાને લોહીલોહાણ હાલતમાં ગીરગઢડા સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામામં આવેલ છે. આ બાબતે ઇજાગ્રસ્ત વર્ષાબેન અશોકભાઇ ચુડાસમાએ ગીરગઢડા પોલીસમાં  ચારેય વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

-યુવતી-પર-ચાર-શખ્સોનો-લોખંડના-પાઇપ-વડે-હુમલો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *