Gujarat

શાપર-વેરાવળ ના સર્વિસ રોડ પર ઉભરાતા ગટર ના પાણી થી વાહનચાલકો અને રહીશો બેહાલ સર્વિસ રોડ બડતર હાલત માં.

શાપર-વેરાવળ માં નેશનલ હાઇવે ના સર્વિસ રોડ પર હાઇવે ઓથોરિટી એક સાંધે ને તેર તૂટે જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયુ છે. જેમાં અહીંયા 6 માસ પેલાજ સર્વિસ રોડ માં ડામર રોડ બનાવાયો હતો અને ભૂગર્ભ ગટર નું પણ સમારકામ હાથ ધરાયું હતું જેમાં ફરી થી આં ગટર માં કચરો એકઠો થતા ગટર ચોકપ થઇ જતા પાણી રોડ પર વહેતા થયા છે.અને ઉભરાતા પાણી થી પસાર થતા વાહન ચાલકો  અને આસપાસ વિસ્તાર ની સોસાયટીઓ માં ની શેરી માં ધૂસી જતા હોવાથી સ્થાનિક લોકો અને વાહન ચાલકો ને હાલાકી થઇ રહી છે.ઉભરાતી ગટર ના કારણે મચ્છરો નો ઉપદ્રવ પણ આજુબાજુ વિસ્તારો માં વધ્યો છે. જેથી પસાર થતા વાહન ચાલકો અને સોસાયટી ના રહીશો ઉપર પણ આરોગ્ય નો ખતરો મંડરાયેલ છે.જેમાં અહીં સર્વિસ રોડ માં હજારો ની સંખ્યા માં વાહનો દરરોજ પસાર થતા હોય છે. જેથી પસાર થતા વાહન ચાલકો પણ બેહાલ બન્યા છે.તેમજ હાઇવે ઓથોરિટી ની બેદરકારી સામે આવી છે. ગત રોજ બુધવાર ના રોજ સવારે કાંસુમાં બેરિંગ ના ગેટ પાસે નેશનલ હાઇવે ના ઢાળ નજીક બંને ટ્રકો ફસાય જતા વાહનો નો ટ્રાફિક જામ થોડી કલાકો માટે સર્જાયો હતો જેથી તંત્ર વહેલી તકે આં ઢાળ નું પણ સમારકામ હાથધરી
યોગ્ય કામગીરી કરે નહિતર આગામી દિવસો માં અહીંયા પણ મોટો અકસ્માત થવાની સંભાવના વધુ રહેલી જોવા મળે છે.જેથી તંત્ર વહેલી તકે આં ગટર અને રોડ નું સમારકામ કરે તેવી લોક માંગ ઉઠી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1645675261146.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *