*તારીખ:-23/02/2022 ના રોજ તળાજા તાલુકાના બોરડાગામના ખેડૂતો માટે સિંચાઈની નહેર માટે સ્થાનિક આગેવાન મહેશભાઈ વેગડ સીતારામ સેવા ગ્રૂપ રાણીગામના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ ભાવનગર ને અરજી કરવામાં આવી*
બોરડા ગામમાં 5000 કરતા વધારે વસ્તી છે અને જેમાં 80% લોકો ખેતી સાથે સંકળાયેલા છે.અને આસપાસના નાના ગામડા જેમકે પસ્વી, બોડકી, ગધેસર, વાટલીયા, જાગધાર, પાદરગઢ ગામમાં સિંચાઈ માટે કેનાલનું પાણી આવે છે જયારે બોરડા ગામમાં હજી ખેડૂતો માટે નહેરની સુવિધાથી વંચિત રાખવામાં આવેલા છે.આથી ખેડૂતો ચોમાસુ એક જ પાક લઇ શકે છે જયારે શિયાળુ આંઉં ઉનાળુ પાકમાં પાણીના અભાવે ખેડૂતોને બોવમોટી મુશ્કેલીઓ વેઠવી પડે છે.અત્રે બોરડા ગામના લાલજીભાઈ ભાલીયા દારા મળતી માહિતીને અનુસંધાને મહેશભાઈ લવજીભાઈ વેગડ સીતારામ સેવા ગ્રુપ રાણીગામ દારા અરજી કરવામાં આવી
*આના માટે સચિવશ્રી કૃષિ,ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર, કાર્યપાલક ઈજનેર જળસિંચન વિભાગ ભાવનગર, જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવનગર, જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર, તાલુકા વિકાસ અધિકારી તળાજા, ગ્રામજનોને રૂબરૂ અને સાથે સાથે મેઈલ દ્વારા લેખક અરજી આં બાબતે સ્થાનિક આગેવાન મહેશભાઈ વેગડ સીતારામ સેવા ગ્રૂપ રાણીગામ દ્વારા ઉચ્ચ સ્તરે અરજી કરવામાં આવેલ છે*
