છોટાઉદેપુર ખાતે
છોટાઉદેપુર ખાતે પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલા રૂા. ૧.૮૫ કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવેલા શ્રી. સરદાર વલ્લભભાઇ પટેલ ગાર્ડનનું રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર નગરની જનતાને આનંદ પ્રમોદ માટેનું એક સારૂં સ્થળ મળી રહે એ માટે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા રૂા. ૧.૮૫ કરોડના ખર્ચે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ગાર્ડનનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. આ ગાર્ડનનું આજે આદિજાતિ વિકાસ રાજયમંત્રી નિમિષાબેનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી નિમિષાબેન પટેલ અને અન્ય મહાનુભાવોએ બગીચામાં લટાર મારી નગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


