ધમેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ખાનગી રાહે બાતમી હકિકત આધારે આજરોજ શ્રી એ.એન પરમાર ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકેટર ઝોઝ પોલીસ સ્ટેશનના સ્ટાફના પોલીસ માણસો સાથે દુણ ગામે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન નંબર વગરની બજાજ કંપનીની પલ્સર મોટર સાયકલનો ચાલક મો.સા ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૯૨ જેની કુલ કિંમત રૂપિયા ૨૯,૭૦૦ /-તથા નંબર વગરની બજાજ કંપનીની પલ્સર મોટર સાયકલ કી.રૂ. ૪૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૬૯,૭૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીને પકડી પાડવાના ચક્રો ગતીમાન કરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


