Maharashtra

આઈપીએલ ૨૦૨૨ મેચ ૨૬ માર્ચથી શરૂ થઈ શકે છે

મુંબઈ
કોરોના મહામારીને કારણે મોટાભાગની મેચો મહારાષ્ટ્રમાં યોજાશે. લીગ રાઉન્ડમાં કુલ ૭૦ મેચો રમાવાની છે. મુંબઈના ત્રણ સ્થળો વાનખેડે સ્ટેડિયમ, ડીવાય પાટિલ અને બ્રેબોર્નમાં કુલ ૫૫ મેચો રમાશે. આ સિવાય પુણેમાં ૧૫ મેચ રમાશે. તમામ ૧૦ ટીમો વાનખેડે અને ડીવાય પાટિલમાં ૪-૪ મેચ રમશે. આ સિવાય તેણે પુણે અને બ્રેબોર્નમાં ૩-૩ મેચ રમવાની છે. વર્તમાન સિઝનથી ટી૨૦ લીગમાં મેચોની સંખ્યા ૬૦થી વધીને ૭૪ થઈ ગઈ છે. જાેકે, પ્લેઓફ માટેની મેચ હજુ નક્કી થઈ નથી. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નોકઆઉટ મેચમાં સૌથી આગળ છે. જાણવા મળી રહ્યું છે કે ૪ મેચ અમદાવાદમાં આયોજિત થશે. પ્લે ઓફ અને ફાઈનલ માટે હજુ સુધી વેન્યુ નક્કી નથી પરંતુ અમદાવાદમે હોસ્ટ કરવાની રેસમાં અગ્રેસર છે. મ્ઝ્રઝ્રૈંની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તારીખો પર વિચાર કરી શકાય છે. બેઠકમાં સંપૂર્ણ કાર્યક્રમ, સ્થળ અને તારીખો અંગે અંતિમ ર્નિણય લેવામાં આવે તેવી અપેક્ષા છે. તાજેતરમાં યોજાયેલી હરાજીમાં કુલ ૨૦૪ ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા. અગાઉ ૩૩ને રિટેન કરવામાં આવ્યા હતા, એટલે કે ટૂર્નામેન્ટમાં કુલ ૨૩૭ ખેલાડીઓ રમશે. આ વખતે ૧૦ ટીમો હોવાને કારણે ભારતીય ખેલાડીઓને વધુ તક મળવાની આશા છે. આ ટૂર્નામેન્ટમાં સારી રમત બતાવીને તે ભારતીય ટીમમાં પણ જગ્યા બનાવી શકે છે.ભારતના ફેન્સ જેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા, તે ઘડી હવે નજીક આવી ગઈ છે. ૈંઁન્ મેગા ઓક્શનનું શેડ્યૂલ લગભગ નક્કી થઈ ગયું છે. આ વખતે આઈપીએલનો રોમાંચ બમણો થવા જઈ રહ્યો છે કારણ કે આઈપીએલ ૨૦૨૨માં ૧૦ ટીમો ભાગ લઈ રહી છે. દર્શકોને આ વર્ષે આઈપીએલમાં ખુબ મનોરંજન થનાર છે. આઈપીએલ ભારતમાં તહેવારની જેમ ઉજવવામાં આવે છે. ૈંઁન્ મેગા ઓક્શન ખૂબ જ સફળ રહ્યું હતું, જ્યાં ઘણા ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીસ દ્વારા તગડી રકમ ચૂકવીને સામેલ કરવામાં આવ્યા હતા. હવે બધાની નજર ૈંઁન્ ૨૦૨૨ પર છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ટી૨૦ લીગ મેચો ૨૬ માર્ચથી શરૂ થઈ શકે છે અને ફાઈનલ મેચ ૨૯ મેના રોજ રમાઈ શકે છે. મોટાભાગની મેચો મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ પર યોજાય તેવી શક્યતા છે. આ સાથે પુણેમાં પણ મેચ યોજાઈ શકે છે.

TATA-IPL-2022-AUCTION.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *