Maharashtra

વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસનનું સ્થાન પાક્કું ઃ રોહિત શર્મા

મુંબઈ
ભારત અને શ્રીલંકા વચ્ચે ૨૪ ફેબ્રુઆરીથી ્‌૨૦ સીરિઝ રમાશે. આ સીરિઝ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રોહિતે સંજુ સેમસન પર પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ સંજુને ટી ૨૦ વર્લ્‌ડ કપ માટે સભ્ય તરીકે જાેઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયા માટે સંજુનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. પરંતુ તેણે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. લખનઉમાં રમાનાર ટી૨૦ મેચ પહેલા રોહિતે કહ્યું, સંજુ પાસે ટેલેન્ટ છે. અમે તેની કેટલીક આવી ઈનિંગ્સ ચોક્કસપણે જાેઈ છે, જેને જાેઈને લોકો તેના ખૂબ વખાણ કરે છે. તેની ગેમ કન્ડીશન પ્રમાણે સારી છે. અમે ટીમ ઈન્ડિયામાં તેના સ્થાન પર વિચાર કરી રહ્યા છીએ. કેપ્ટન રોહિતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી૨૦ વર્લ્‌ડ કપ વિશે કહ્યું, “જ્યારે તમે ઓસ્ટ્રેલિયા જાઓ છો, ત્યારે તમારે ચોક્કસપણે એવા ખેલાડીની જરૂર હોય છે જે શોટ બનાવવાની ક્ષમતા ધરાવતો હોય અને સંજુ સેમસન ચોક્કસપણે તે માપદંડમાં ફિટ બેસે છે. સંજુ સેમસને વર્ષ ૨૦૧૫ માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ પ્રથમ ટી૨૦ મેચ રમી હતી. તેણે છેલ્લી ટી૨૦ મેચ જુલાઈ ૨૦૨૧ માં શ્રીલંકા સામે રમી હતી. તેની પાસે હજુ સુધી ઘણી આંતરરાષ્ટ્રીય મેચોમાં રમવાનો અનુભવ નથી. પરંતુ તેણે આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું છે. સંજુએ ૧૦ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જ્યારે તેણે આઈપીએલની ૧૨૧ મેચમાં ૩૦૬૮ રન બનાવ્યા છે.

Rohit-Sharma.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *