માંગરોળ તાલુકાના લોએજ ગામે પ્રાથમિક શાળા ખાતે પ્રોજેક્ટ લાઇફ દ્વારા કન્યા કેળવણી ઉત્કર્ષ અનુદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં શાળામાં ભણતી ૬ થી ૮ ની કન્યાઓને ગત વર્ષ 85 ટકા કે તેથી વધુ ટકાવારી આવેલ હતી તેવી કુલ ૩૨ દીકરીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની અંદર પ્રોજેક્ટ લાઇફ ના પ્રતિનિધિ તરીકે કાનજીભાઈ તથા જયશ્રીબેન તથા લોએજ ગામના સરપંચ રવિભાઈ નંદાણીયા એસએમસી અધ્યક્ષ હરસુખભાઈ નંદાણીયા કાનભાઈ નંદાણીયા શાળાના આચાર્યશ્રી લાલુકિય સાહેબ તથા સ્ટાફ હાજર રહેલ હતા
ગામના સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા બદલ તથા ૧ કરોડ રૂપિયા ના ખર્ચે પ્રાથમિક શાળા બનાવડાવી આપવા બદલ પ્રોજેક્ટ લાઇફ ના પ્રતિનિધિ શ્રી કાનજીભાઈ તથા જયશ્રીબેન નું સાલ ઓઢાડીને સન્માન સરપંચ રવિભાઈ નંદાણીયા તથા હરસુખભાઈ દ્વારા કરવામાં આવેલ હતું..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


