Gujarat

સાળંગપુર હનુમાન મંદિરે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો

બોટાદ
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને કેસુડાના ફુલનો શણગાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત દાદાને ધાણી-ખજૂર દાળીયાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. ઉલેલખનીય છે કે મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ -શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કેસુડાના ફુલના વાઘા સિંહાસનને કેસુડાના ફુલનો શણગાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ધાણી-ખજૂર દાળીયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામા આવ્યું છે. દાદાના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.

Kashtabhanjandev-temple-in-Salangpur.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *